સોનુ સૂદની વધી મુશ્કેલી: પંજાબમાં અભિનેતા વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

લોકોના મસીહા ગણાતા સોનુ સૂદ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. અભિનેતા વિરુદ્ધ મોગા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

સોનુ સૂદની વધી મુશ્કેલી: પંજાબમાં અભિનેતા વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો
FIR registered against Sonu Sood (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 2:41 PM

પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) દરમિયાન સોનુ સૂદ (Sonu Sood) મતદાન મથક પર જોવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ અભિનેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોનુ સૂદ કથિત રીતે મોગાના (Moga) લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સોનુ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઈ- ટાઈમ્સના અહેવાલ મુજબ સોનુ હાલ સાઉથ આફ્રિકામાં છે અને ત્યાં એક રિયાલિટી ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો છે.

માલવિકા સૂદ સચ્ચર મોગાથી લડી રહી છે ચૂંટણી

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અભિનેતાની બહેન માલવિકા સૂદ (Malvika Sood) સચ્ચર મોગાથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી રહી છે. આ પહેલા મતદાનના દિવસે પણ સોનુની કાર જપ્ત કરવામાં આવી હતી અને બાદમાં ચૂંટણી પંચે સોનુને મતદારોને કથિત રીતે પ્રભાવિત કરી રહ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ મોગામાં મતદાન મથક પર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો કે સોનુએ કહ્યુ હતુ કે તે માત્ર મતદાન મથક પર નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ANI સાથે વાત કરતા સોનુએ કહ્યુ હતુ કે અમને વિપક્ષ તરફથી ઘણા ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઘણા બૂથમાં પૈસાની વહેંચણી પણ થઈ રહી હતી. તેથી અમે ચૂંટણી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે તપાસવા માટે ગયા હતા.

અભિનેતાની પ્રોફેશનલ લાઈફ

સોનુની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આચાર્ય, થમિલરસન જેવી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે તેલુગુ અને તમિલ બંને ફિલ્મ છે. આ સિવાય તે પૃથ્વીરાજ અને ફતેહ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળવાનો છે. પૃથ્વીરાજમાં સોનુની સાથે અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. આ સાથે માનુષી છિલ્લર પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મ વિવાદોને કારણે ઘણી ચર્ચામાં છે. કરણી સેના આ ફિલ્મનો વિરોધ કરી રહી છે અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે.

આ પણ વાંચો: Raj Kundra Pornography Case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્સોવા અને બોરીવલીથી એક કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત 4 લોકોની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">