જાણો કયા મહિને રિલીઝ થશે Ranveer Singhની ફિલ્મ 83?

જાણો કયા મહિને રિલીઝ થશે Ranveer Singhની ફિલ્મ 83?
Film 83

લાંબી રાહ જોયા બાદ થિયેટરો 100 ટકા બેઠકો સાથે ખોલ્યા છે. ચાહકો પણ આ સમાચાર સાંભળીને ઉત્સાહિત છે. સિનેમા હોલ શરૂ થતાં ઉદ્યોગ પણ ખુશ છે.

Hiren Buddhdev

| Edited By: Utpal Patel

Feb 08, 2021 | 9:40 PM

લાંબી રાહ જોયા બાદ થિયેટરો 100 ટકા બેઠકો સાથે ખોલ્યા છે. ચાહકો પણ આ સમાચાર સાંભળીને ઉત્સાહિત છે. સિનેમા હોલ શરૂ થતાં ઉદ્યોગ પણ ખુશ છે. અભિનેતાઓ તેમની ફિલ્મ્સ રજૂ કરવા માટે તૈયાર છે. અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ 2 એપ્રિલ, 2021 ના ​​રોજ રીલિઝ થશે. રોહિત શેટ્ટી અને ફિલ્મના સહ નિર્માતા રિલાયન્સ એન્ટરટેનમેન્ટે આ અંગે નિર્ણય લીધો છે. આ સિવાય રિલાયન્સ એન્ટરટેઈનમેંટે ફિલ્મ 83 ની રજૂઆત વિશે કહ્યું છે કે તે 25 જૂને થિયેટરોમાં રિલીઝ થશે.

એક અહેવાલ અને સ્ત્રોત મુજબ રિલાયન્સ અને બાકીના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે સ્પોર્ટ્સ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. ‘સૂર્યવંશી’ 2 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ પછી 12 એપ્રિલથી રમઝાન શરૂ થશે. ત્યારબાદ મે માં ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થશે. મેના છેલ્લા બે મહિનામાં કેટલીક વધુ ફિલ્મો રિલીઝ થઈ શકે છે, તેથી અમે નક્કી કર્યું છે કે 83 જૂનમાં રિલીઝ થશે.

ફિલ્મ 83, 1983 ના વર્લ્ડ કપ પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati