Shilpa Shettyની નવી હેરસ્ટાઈલ જોઈને ચાહકોની આંખો ખુલીને ખુલી રહી ગઈ, ઈન્ટરનેટ પર વાયરલ થયો અભિનેત્રીનો આ લુક

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ને ફેશન આઈકોન તરીકે પણ જોવામાં આવે છે. તેમની દિનચર્યા ખૂબ શિસ્તબદ્ધ છે. તેઓ દરરોજ યોગ કરે છે. વ્યાયામની સાથે તે તેમના ચાહકોને તેમના દૈનિક જીવનમાં યોગ કરવા માટે પણ પ્રેરણા આપે છે.

Shilpa Shettyની નવી હેરસ્ટાઈલ જોઈને ચાહકોની આંખો ખુલીને ખુલી રહી ગઈ, ઈન્ટરનેટ પર વાયરલ થયો અભિનેત્રીનો આ લુક
Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:52 PM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના સ્વાસ્થ્ય અને ફેશનને લઈને ખૂબ જ સભાન રહે છે. તે સમયાંતરે તેમના યોગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. જેને જોઈને તેમના ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નવી હેરસ્ટાઈલ સાથે દેખાયા

બોલિવૂડ અભિનેત્રીએ તેમની નવી એક્સપેરિમેન્ટલ હેયર કટ સાથે એક રીલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા પોતે જોવા મળી રહી છે. આ વીડિયો તેમના વર્કઆઉટનો છે, પરંતુ તેના પહેલા શિલ્પા તેમના વાળને મેસી લુક આપતી જોવા મળી રહ્યા છે. આ સાથે તેઓ ચાહકોને પોતાના નવા હેયર કટથી પણ પ્રત્યક્ષ કરાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમણે પાછળના વાળને સંપૂર્ણપણે કાપી નાખ્યા છે અથવા કહીયે તો પાછળનો આખો ભાગ મુંડાવી નાખ્યો છે.

આ વીડિયો પોસ્ટ કરતા શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું કે તમે જોખમ લીધા વગર અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા વગર દરરોજ નથી જીવી શકતા. ભલે તે અન્ડરકટ બઝ કટ હોય અથવા મારી નવી એરોબિક્સ વર્કઆઉટ: ધ ટ્રાઈબલ સ્ક્વેટ્સ. તેમણે આગળ પોતાના શરીરના અંગને મજબૂત રાખવા માટે લખ્યું છે અને તેમના ફોલોવર્સને વ્યાયામના ગુણો પણ જણાવ્યા છે.

યોગ તેમના રોજિંદા જીવનનો છે મહત્વનો ભાગ

શિલ્પાને ફેશન આઈકોન તરીકે પણ જોવામાં આવે છે. તેમની દિનચર્યા ખૂબ શિસ્તબદ્ધ છે. તેઓ દરરોજ યોગ કરે છે. વ્યાયામની સાથે તે તેના ચાહકોને તેમના દૈનિક જીવનને શિસ્ત આપવા માટે પણ પ્રેરણા આપે છે, જેથી તેઓ હંમેશા સ્વસ્થ રહે. આ ઉંમરે પણ યુવાન દેખાવાનું અભિનેત્રીનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેમના શિસ્તમાં રહીને યોગ્ય દિનચર્યાનું પાલન કરે છે.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીની ફિલ્મો આજકાલ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આજકાલ ટીવી જગતમાં તેમની મજબૂત હાજરી જોવા મળી રહી છે. તેઓ રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજની ભૂમિકામાં દેખાય છે. તેઓ છેલ્લે પરેશ રાવલ (Paresh Rawal) સાથે ફિલ્મ હંગામા 2માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:- જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

આ પણ વાંચો:- The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">