AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : મશહુર બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું નિધન, સિંગરે ‘પદ્મશ્રી’ એવોર્ડ ઠુકરાવ્યો હતો

જાણીતા બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તમને જણાવી દદઈએ કે, થોડા દિવસો પહેલા સંધ્યા મુખર્જીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : મશહુર બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું નિધન, સિંગરે 'પદ્મશ્રી' એવોર્ડ ઠુકરાવ્યો હતો
Bengali Singer Sandhya Mukherjee( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 7:16 AM
Share

Passes Away : મનોરંજન જગત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતા બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું (sandhya mukherjee) કોલકાતાની (kolkata) એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હતી પરંતુ બુધવારે તેમના અવસાનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે.

ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ

સંધ્યા મુખર્જીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લહેર જોવા મળી રહી છે. 60 અને 70ના દાયકામાં પોતાના સુરીલા અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર સંધ્યા મુખર્જીએ ઘણા શાનદાર ગીતો આપ્યા છે. તેણે માત્ર બંગાળી ઈન્ડસ્ટ્રીમાં(Bengali Film Industry)  જ પોતાની ઓળખ બનાવી નથી, પરંતુ દેશભરના સંગીત સાથે જોડાઈને ઘણું સન્માન પણ મેળવ્યું છે. તેમનું નિધન માત્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને (Music Industry) ખોટ પડી છે.

PTIએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપી હતી માહિતી

સિંગર સંધ્યા મુખર્જી

સિંગર સંધ્યા મુખર્જીનો જન્મ 4 ઓક્ટોબર 1931ના રોજ ઢાકુરિયા, કોલકાતામાં થયો હતો. તેમણે બાળપણમાં પંડિત સંતોષ કુમાર બસુ, પ્રોફેસર એટી કન્નન અને પ્રોફેસર ચિન્મય લાહિરી પાસેથી સંગીતના પાઠ શીખ્યા હતા. તેમના ગુરુ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન હતા. તેમણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ પણ કર્યો હતો. તેણે માત્ર બંગાળી ગીતો જ ગાયા નથી પણ ઘણા હિન્દી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. બંગાળી ગાયક હેમંત મુખર્જી સાથેના તેમના કપલ સોંગ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

પદ્મશ્રી એવોર્ડ ઠુકરાવી દીધો હતો

સંધ્યા મુખર્જી તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી જ્યારે તેમના વતી પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)નકારવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને આ સન્માન આપવામાં આવ્યુ હતું. ગાયકની પુત્રી સૌમીએ કહ્યુ કે, તેની માતાએ પદ્મશ્રી સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, 90 વર્ષની વયે તેમના જેવા દિગ્ગજ વ્યક્તિને પદ્મશ્રી પ્રદાન કરવું ખૂબ જ શરમજનક છે. સાથે તેણે એમ પણ કહ્યુ હતુ કે આ બાબતને રાજકીય સ્વરૂપ ન આપો.

આ પણ વાંચો : Laal Singh Chaddha : ફરી ટળી આમિરખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રીલીઝ ડેટ, હવે આ દીવસે દર્શકોને જોવા મળશે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">