બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી 20 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં છે, પરંતુ તેમને હજી પણ આ ઉદ્યોગ નકલી લાગે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ઇમરાન હાશ્મીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને બનાવટી ગણાવી છે. આ સિવાય તેમણે કહ્યું છે કે કામ પૂર્ણ થયા પછી તે પોતાને આ ગ્લેમરસ દુનિયાથી કેમ દૂર રાખે છે?
ઇમરાન કહે છે કે આ તે કામ છે, જેની હું પૂજા કરું છું. તે ત્યારથી થઈ રહ્યું છે જ્યારથી મેં બોલીવુડમાં મારી કારકિર્દીની શરૂઆત કરી છે. ઉદ્યોગ એકદમ ફેક છે. તમારી સામેના લોકો તમને ખૂબ ઉચે ચડાવશે અને તમને પાછળથી વાર કરશે અને તમને નીચે પાડશે. આ Film Industriesનું સત્ય છે.
ઈમરાન હાશ્મી હાલમાં દિગ્દર્શક સંજય ગુપ્તાની ગેંગસ્ટર ફિલ્મ મુંબઈ સાગાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, કાજલ અગ્રવાલ, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, રોહિત રોય, પ્રિતિક બબ્બર, ગુલશન ગ્રોવર અને અનમોલ ગુપ્તે છે.