Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલી, ED અભિનેત્રીની 10 કરોડની સંપતિ કરશે જપ્ત !

જેકલીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડથી વધુની ગિફ્ટ મળી હોવાનુ સામે આવ્યુ છે. તેણે જેક્લીન ફર્નાન્ડીઝને બે જોડી હીરાની બુટ્ટી, બે બ્રેસલેટ, લુઈસ બટન શૂઝ અને 56 લાખની કિંમતના ઘોડા ભેટમાં આપ્યા હતા.

Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલી, ED અભિનેત્રીની 10 કરોડની સંપતિ કરશે જપ્ત !
Jacqueline Fernandez (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 1:52 PM

Money Laundering Case : મની લોન્ડરિંગ કેસમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલી ઓછી થવાનુ નામ નથી લઈ રહી. આ કેસમાં ફરી એકવાર નામ ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝનુ નામ ચર્ચામાં છે. મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) જેકલીન ફર્નાન્ડિસને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી હોવાનુ પુછપરછમાં સામે આવ્યુ હતુ. ત્યારે મળતા અહેવાલો મુજબ, ED આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેખર પાસેથી મળેલી તમામ ભેટ જપ્ત કરવાની તૈયારી જઈ રહ્યુ છે.

જેકલીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડથી વધુની ગિફ્ટ મળી હોવાનુ સામે આવ્યુ છે. તેણે જેક્લીન ફર્નાન્ડીઝને બે જોડી હીરાની બુટ્ટી, બે બ્રેસલેટ, લુઈસ બટન શૂઝ અને 56 લાખની કિંમતના ઘોડા ભેટમાં આપ્યા છે. જ્યારે સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને એક BMW કાર પણ ગિફ્ટ કરી છે, જે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જપ્ત કરશે.

જેકલીન ફર્નાન્ડીઝ 2017થી સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને (Enforcement Directorate) આપેલા નિવેદનમાં જેક્લીન ફર્નાન્ડીઝે કહ્યું હતું કે તે 2017થી સુકેશ ચંદ્રશેખર સાથે સંપર્કમાં છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી તે બાદ ક્યારેય હું તેને મળી નથી. તમને જણાવવુ રહ્યુ કે, થોડા દિવસો અગાઉ સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીન ફર્નાન્ડીઝની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. ED એ મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સહિત નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વિરુધ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે.

જેકલીન ફર્નાન્ડીઝની બહેનને લઈને થયો આ મોટો ખુલાસો !

આ કેસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેકલીન ફર્નાન્ડીઝે કહ્યુ છે કે તેની બહેને સુકેશ ચંદ્રશેખર પાસેથી 1.5 લાખ ડોલરની લોન લીધી છે, ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના ભાઈના ખાતામાં સુકેશે 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મની લોન્ડરિંગ કેસને લઈને હાલ બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Radhe Shyam Trailer: જુનૂની આશિકના રોલમાં પ્રભાસે મચાવી ધમાલ, પુજા હેગડે સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

આ પણ વાંચો: Bheed : રાજકુમાર રાવની આ ફિલ્મનું શૂટિંગ થયુ પૂર્ણ, નિર્માતા અનુભવ સિન્હા સાથેની તસવીર થઈ વાયરલ

g clip-path="url(#clip0_868_265)">