AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam Trailer: જુનૂની આશિકના રોલમાં પ્રભાસે મચાવી ધમાલ, પુજા હેગડે સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

હૈદરાબાદમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

Radhe Shyam Trailer: જુનૂની આશિકના રોલમાં પ્રભાસે મચાવી ધમાલ, પુજા હેગડે સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ
Radhe Shyam Trailer
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:16 AM
Share

Radhe Shyam Trailer:  પ્રભાસના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. આખરે પ્રભાસની (Prabhas) આગામી ફિલ્મ ‘રાધેશ્યામ’નું (Radhe Shyam)ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને લગતા ઘણા પોસ્ટર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ટ્રેલર રિલીઝ થતા દર્શકોની ઉત્સુકતા વધારે વધી છે.

ફિલ્મમાં એક્ટર પ્રભાસ જ્યોતિષની ભૂમિકામાં 

તમને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર હાલ છવાઈ ગયુ છે.આ ફિલ્મના ટ્રેલરમાં એક્ટર પ્રભાસ (Actor Prabhas) જ્યોતિષની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને તે પૂજા હેગડેના (Pooja Hegde) પ્રેમમાં છે. આ ફિલ્મના દરેક લોકેશન ખુબ શાનદાર જોવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆત એક લવ સ્ટોરીથી થાય છે અને ટ્રેલરનો અંત દુઃખદ રીતે થાય છે. પ્રભાસનુ આ ફિલ્મમાં નામ વિક્રમાદિત્યના છે. આ ફિલ્મમાં ઉત્તમ VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જુઓ ફિલ્મનુ ટ્રેલર

(Video Credit-T Series)

ગ્રાન્ડ ઇવેન્ટમાં ફિલ્મનુ ટ્રેલર રિલીઝ

આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રભાસે પોસ્ટ કરીને લખ્યું હતુ કે ‘રાધેશ્યામ’ની અદ્ભુત દુનિયા તમારા બધા સાથે શેર કરવા માટે હું રાહ જોઈ શકતો નથી. આજે અમે ટ્રેલર સાથે આ ફિલ્મનો એક નજારો તમારી સાથે શેર કરીશુ.ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્માતાઓએ આ ટ્રેલર લોન્ચિંગને વધુ ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. હૈદરાબાદમાં યોજાયેલા ગ્રાન્ડ ઈવેન્ટમાં(Grand Event)  આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.

મકરસંક્રાંતિ પર રિલીઝ થશે આ ફિલ્મ

પ્રભાસની ‘રાધેશ્યામ’ ફિલ્મ મકરસંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં (Cinema House) રિલીઝ થશે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તમિલ તેલુગુ ઉપરાંત કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ચાહકોને પૂજા હેગડે અને પ્રભાસની રોમેન્ટિક જોડી જોવા મળશે.

આ પણ વાંચો : Photos : આલિયા ભટ્ટની BFF મેઘના ગોયલે પોતાના લગ્નમાં પહેરી રફલ સાડી, તમે પણ અપનાવી શકો છો આ લુક

આ પણ વાંચો : Bollywood News : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે !

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">