Bheed : રાજકુમાર રાવની આ ફિલ્મનું શૂટિંગ થયુ પૂર્ણ, નિર્માતા અનુભવ સિન્હા સાથેની તસવીર થઈ વાયરલ

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે તેની આગામી ફિલ્મ ભીડનું શૂટિંગ પૂરું કર્યુ છે. તમને જણાવવુ રહ્યુ કે, અનુભવ સિન્હાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

Bheed :  રાજકુમાર રાવની આ ફિલ્મનું શૂટિંગ થયુ પૂર્ણ, નિર્માતા અનુભવ સિન્હા સાથેની તસવીર થઈ વાયરલ
Bheed Film Shooting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:57 AM

Bheed :બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે (Rajkumar Rao) તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા (Patrlekha) સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અભિનેતા રાજકુમાર રાવ કામ પર પાછા ફર્યા હતા. જેના કારણે તે હનીમૂન માટે પણ જઈ શક્યા નહોતા. રાજકુમાર રાવ અનુભવ સિન્હાની (Anubhav Sinha) આગામી ફિલ્મ ભીડમાં જોવા મળશે.ત્યારે રાજકુમારે તેની આગામી ફિલ્મ ‘ભીડ’નું શૂટિંગ પૂર્ણ કર્યુ છે,તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ (Post) શેર કરીને આ અંગેની માહિતી આપી છે અને ખુશી પણ વ્યક્ત કરી છે. સાથે જ અભિનેતા રાજકુમારે અનુભવ સિન્હાના વખાણ કર્યા છે.

ભીડ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજકુમાર રાવે અનુભવ સિન્હા સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું કે,ભીડ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. અનુભવ સર સાથે કામ કરવાનું કેટલું અદ્ભુત લાગ્યુ તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તમે એક અદ્ભુત વ્યક્તિ અને પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતા છો. આ ભીડ ફિલ્મમાં મને એક સારો મિત્ર મળ્યો છે. આઈ લવ યુ સર…!

જુઓ વાયરલ તસવીર

ફિલ્મ ભીડમાં જોવા મળશે આ સ્ટાર્સ

‘ભીડ’ એક સામાજિક ડ્રામા ફિલ્મ છે. જેમાં રાજકુમારની સાથે ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) લીડ રોલમાં જોવા મળશે. તમને જણાવવુ રહ્યુ કે, ભીડ સિવાય બંને આગામી ફિલ્મ ‘બધાઈ દો’માં પણ સાથે જોવા મળશે. ભૂષણ કુમાર સાથે અનુભવ સિન્હા દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

અનુભવ સિન્હા સાથે કામ કરવા અંગે રાજકુમાર રાવે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હું અનુભવ સિન્હા સાથે કામ કરીને સારૂ અનુભવી રહ્યો છું. તેની સાથે કામ કરવું એ સન્માનની વાત છે. તેની પાસે એક અલગ અવાજ છે. આ ફિલ્મમાં મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનો મોકો મળ્યો.

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા રાજકુમાર રાવ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ ટૂંક સમયમાં ‘બધાઈ દો’માં જોવા મળશે. અભિનેતા છેલ્લે ‘હમ દો હમારા દો’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હમ દો હમારે દો માં રાજકુમાર સાથે કૃતિ સેનન, પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.અંગત જીવનની વાત કરીએ તો રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં અમુક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. રાજકુમાર અને પત્રલેખાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો : Surinder Kapoor : અર્જુન કપૂરે તેના દાદાના જન્મદિવસને બનાવ્યો ખાસ ! અનિલ કપૂરે શેર કરી આ ઈમોશનલ પોસ્ટ

આ પણ વાંચો : Radhe Shyam Trailer: જુનૂની આશિકના રોલમાં પ્રભાસે મચાવી ધમાલ, પુજા હેગડે સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

g clip-path="url(#clip0_868_265)">