Doctor Strange Collection: ફિલ્મ ‘Doctor Strange2’નો બોક્સ ઑફિસ પર દબદબો , જાણો ફિલ્મની અત્યાર સુધીની કમાણી

|

May 09, 2022 | 3:43 PM

રિલીઝ થયા પછી પણ, ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જ (Doctor Strange)ઇન ધ મલ્ટીવર્સ ઑફ મેડનેસ એ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ સાથે જ આ ફિલ્મ ભારતમાં હોલીવુડની ચોથી સૌથી મોટી ઓપનર બની ગઈ છે.

Doctor Strange Collection: ફિલ્મ Doctor Strange2નો બોક્સ ઑફિસ પર દબદબો , જાણો ફિલ્મની અત્યાર સુધીની કમાણી
Doctor Strange
Image Credit source: Instagram

Follow us on

Doctor Strange Collection: માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (marvel cinematic universe)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ, ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ (doctor strange in the multiverse of madness) પણ આ દિવસોમાં સાઉથની ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ નવા રેકોર્ડ બનાવ્યા હતા. પરંતુ, હવે રિલીઝ થયા બાદ પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે (Taran Adarsh)પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એમાં કોઈ શંકા નથી કે ફિલ્મની કમાણી જોઈને બોલિવૂડના નિર્માતા અને દિગ્દર્શકો એકદમ અસુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યા હશે.

આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ભારતમાં 27 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ આ ફિલ્મ ભારતમાં હોલીવુડની ચોથી સૌથી મોટી ઓપનર બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, તરણ આદર્શે (Taran Adarsh) પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ડોક્ટર સ્ટ્રેન્જે ભારતમાં પહેલા દિવસે 27.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મ ભારતમાં હોલીવુડની ચોથી સૌથી મોટી ઓપનર બની ગઈ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ સિવાય વર્ષ 2019માં રિલીઝ થયેલી ‘Avengers: Endgame’, જેણે 53.10 કરોડની કમાણી કરી હતી, તે આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. આ પછી વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ 32.67 કરોડની કમાણી કરી અને વર્ષ 2018માં આવેલી ‘Avengers: Infinity War’ (31.30 કરોડ) ત્રીજા નંબર પર છે.

આ ફિલ્મે યુએસમાં પણ રેકોર્ડ તોડ્યા છે

વિદેશી દેશોની વાત કરીએ તો 1722 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઑફ મેડનેસ’એ યુએસમાં શરૂઆતના દિવસે 277 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અહીં ટ્વિટ જુઓ

 

મુખ્ય પાત્ર કોણ છે?

બેનેડિક્ટ કમ્બરબેચ ઉપરાંત, ચિવેટેલ એજિયોફોર, બેનેડિક્ટ વોંગ, જોચિટલ ગોમેઝ, માઈકલ સ્ટુહલબર્ગ અને રશેલ મેકએડમ્સ પણ સેમ રાઈમી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’માં મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ સિવાય આ ફિલ્મનું નિર્માણ કેવિન ફેઇગે કર્યું છે અને બેનેડિક્ટર કમ્બરબેચ ડોક્ટર સ્ટ્રેન્જના રોલમાં છે.

Next Article