Jersey Box Office Day 2: શાહિદ કપૂરની ફિલ્મ જર્સીના બોક્સ ઓફિસ કલેક્શને કર્યા નિરાશ, બે દિવસમાં માત્ર 9.25 કરોડની કમાણી

ફિલ્મ જર્સી માટે (Jersey) પ્રથમ દિવસ ઠંડો સાબિત થયો, પરંતુ ઘણા વિવેચકો અને ફિલ્મના વફાદાર દર્શકોએ ફિલ્મને સારી ગણાવી. કદાચ આ જ કારણ છે કે બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કે તે હજુ પણ KGF 2 કરતા ઘણું ઓછું છે.

Jersey Box Office Day 2: શાહિદ કપૂરની ફિલ્મ જર્સીના બોક્સ ઓફિસ કલેક્શને કર્યા નિરાશ, બે દિવસમાં માત્ર 9.25 કરોડની કમાણી
film jersey day 2 box office collection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 2:46 PM

શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત ફિલ્મ ‘જર્સી’ (Jersey Box Office), જે 22 એપ્રિલે રિલીઝ થઈ હતી. તે દક્ષિણની ફિલ્મ KGF ચેપ્ટર 2ના જબરદસ્ત પ્રતિસાદમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. ફિલ્મના બીજા દિવસે પણ તેને અપેક્ષા મુજબનો બિઝનેસ મળ્યો નથી. ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મે શુક્રવારે 3.75 કરોડની કમાણી કરી હતી, જ્યારે શનિવારે તેમાં થોડો વધારો થયો હતો અને ફિલ્મે તેની રિલીઝના બીજા દિવસે લગભગ 5.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. એટલે કે ફિલ્મે અત્યાર સુધી માત્ર 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે આંકડા મુજબ બહુ સારી ગણી શકાય તેમ નથી. બીજી તરફ KGF 2એ તેના બીજા શનિવારે લગભગ 17.50ની કમાણી કરીને જર્સીને ધૂળ ચટાડી છે.

જર્સીના બીજા દિવસે થિયેટરોમાં વધી ભીડ

શાહિદ કપૂરની છેલ્લી રિલીઝ કબીર સિંહ પછી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જર્સીને લઈને ઘણા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ તોડી શકે છે, પરંતુ જેમ જ KGF 2એ દસ્તક આપી તેમાં જર્સીની બત્તી ગુલ થઈ ગઈ. ઘણા મોટા વિશ્લેષકોના દાવા ફ્લોપ થયા. ફિલ્મ રિલીઝ થયાને 2 દિવસ થઈ ગયા છે.

ફિલ્મ જર્સી માટે પ્રથમ દિવસ ઠંડો સાબિત થયો, પરંતુ ઘણા વિવેચકો અને ફિલ્મના વફાદાર દર્શકોએ ફિલ્મને સારી ગણાવી. કદાચ આ જ કારણ છે કે બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કે તે હજુ પણ KGF 2 કરતા ઘણું ઓછું છે. એવી આશા છે કે રવિવારે ફિલ્મના કલેક્શનમાં વધુ સુધારો થશે. વેલ હવે આ ફિલ્મ હિટ સાબિત થાય છે કે ફ્લોપ તે તો વીકેન્ડ સુધીની કમાણી જોયા પછી જ ખબર પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શાહિદની આટલા બજેટની છે ફિલ્મ ‘જર્સી’

જર્સીને ભારતમાં લગભગ 2,100 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારે વિદેશમાં આ ફિલ્મ 600થી વધુ સ્ક્રીન પર લોન્ચ કરવામાં આવી છે. આ ફિલ્મના કુલ બજેટની વાત કરીએ તો તે માત્ર 60 કરોડના બજેટમાં બની છે. જર્સી નાની સ્ટારર નેશનલ એવોર્ડ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. જેનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરીએ કર્યું છે. શાહિદ કપૂર જર્સીમાં ક્રિકેટર બની ગયો છે અને આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધો પર બની છે.

KFG 2 તોડી રહી છે ઘણા રેકોર્ડ

પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી KGF 2 દુનિયાભરમાં 750 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે તેના બીજા વીકએન્ડ સુધીમાં આ ફિલ્મ વિશ્વભરમાં રૂપિયા 1,000 કરોડનો આંકડો પાર કરી જશે. KGF પહેલાં તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ના નામે હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  કિયારા-સિદ્ધાર્થના સંબંધોમાં તિરાડ, થયું બ્રેકઅપ!

આ પણ વાંચો:  શેહનાઝ ગિલની ઘાયલ કરતી અદાઓ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">