Breaking News : દીપિકાને થયું સ્ટેજ 2નું લીવર કેન્સર , સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો
ટીવીની ફેમસ અભિનેત્રી દીપિકા ક્કકરે ચાહકો સાથે એક દુખદ સમાચાર શેર કર્યા છે.દીપિકા કક્કરને લીવર કેન્સર હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે પેટના દુખાવાથી શરૂ થયેલી વાત કેવી રીતે કેન્સરમાં ફેરવાઈ.

બોલિવુડ અભિનેત્રી દીપિકા કક્કરને લીવર કેન્સર હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે પેટના દુખાવાથી શરૂ થયેલી વાત કેવી રીતે કેન્સરમાં ફેરવાઈ. દીપિકાએ આ મુશ્કેલ સમયમાં ચાહકોને પ્રાર્થના માટે અપીલ કરી છે.
View this post on Instagram
આ કેન્સર બીજા સ્ટેજ પર પહોંચી ગયું
ટીવીની ફેમસ અભિનેત્રી દીપિકા ક્કકરે ચાહકો સાથે એક દુખદ સમાચાર શેર કર્યા છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું તેને કેન્સર છે. આ કેન્સર બીજા સ્ટેજ પર પહોંચી ગયું છે.અભિનેત્રીએ મોડી રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મોટી પોસ્ટ શેર કરી અને ચાહકોને તેની બીમારી વિશે માહિતી આપી અને તેના બધા પ્રિયજનોને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી પણ કરી.
સ્ટેજ 2નું લીવર કેન્સર
દીપિકાએ પોસ્ટ કરીને લખ્યું તમે બધા જાણો છો કે,છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે દુખદ ભર્યા રહ્યા છે. મને કેટલાક દિવસથી પેટના ઉપરના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે અમે હોસ્પિટલ ગયા તો જાણ થઈ કે, લિવરમાં એક ટેનિસ બોલ જેવડી ગાંઠ છે. હવે તપાસ બાદ સ્પષ્ટ થયું કે,આ ગાંઠ બીજા તબક્કાની જીવલેણ એટલે કે કેન્સર છે.
ચાહકોમાં ચિંતા
થોડા દિવસ પહેલા દીપિકા ક્કકરના પતિ શોએબ ઈબ્રાહિમે પોતાના બ્લોગમાં કહ્યું હતુ કે, દીપિકાના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. જેની તપાસમાં જાણ થઈ કે, આ ગાંઠ છે. પહેલા તેની સર્જરી થવાની હતી પરંતુ તાવ અને ફ્લુ હોવાને કારણે સર્જરી ન થઈ પરંતુ હવે આ ગાંઠ કેન્સરની હોવાની જાણ માત્ર દીપિકાના પરિવાર નહી પરંતુ તેના લાખો ચાહકો પણ આ સમાચારથી દુખી છે.