Bell Bottomને ઓટીટી પર જલ્દીથી રિલીઝ કરવા માટે શું અમેઝોન પ્રાઈમ વીડિયોએ આપી કરોડોની ઓફર?

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' 27 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી અક્ષયની 'બેલ બોટમ' પહેલી ફિલ્મ હશે, જેને મોટા પડદે રજૂ કરવામાં આવશે.

Bell Bottomને ઓટીટી પર જલ્દીથી રિલીઝ કરવા માટે શું અમેઝોન પ્રાઈમ વીડિયોએ આપી કરોડોની ઓફર?
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:10 PM

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ 27 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી અક્ષયની ‘બેલ બોટમ’ પહેલી ફિલ્મ હશે, જેને મોટા પડદે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન, હવે આ ફિલ્મથી સંબંધિત એક બીજુ મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. અહેવાલ છે કે ‘બેલ બોટમ’ને થિયેટર રિલીઝ પછી ઓટીટી પ્લેટફોર્મ પર જલ્દી રજૂ કરવા માટે અમેઝોન પ્રાઈમ વીડિયોએ 30 કરોડ રૂપિયાની ઓફર કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક સમાચાર અનુસાર જો નિર્માતાઓ સિનેમાઘરોમાં રિલીઝ થયાના ત્રણ અઠવાડિયામાં ઓટીટી પર ફિલ્મ રજૂ કરવા માટે સંમત થાય તો અમેઝોન પ્રાઈમ વીડિયો તેમની સાથે 30 કરોડ રૂપિયામાં ડીલ કરશે. એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. સૂત્રએ ઉમેર્યું હતું કે, “જો ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયાની અંદર ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવે તો પ્રાઈમ વીડિયો તરફથી નિર્માતાઓને 30 કરોડ અથવા તેથી વધુ આપવામાં આવશે, આ બંને પક્ષો વચ્ચેના સોદા પર નિર્ભર કરે છે.”

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના ​​રોજ રિલીઝ થવાની હતી. પરંતુ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની રજૂઆત પણ મોકૂફ રાખવામાં આવી હતી. હાલમાં જ ફિલ્મના ટીઝરને શેર કરતી વખતે અક્ષય કુમારે લખ્યું, ‘હું જાણું છું કે તમે લોકો બેલ બોટમની રાહ જોઈ રહ્યા છો. ફિલ્મના રિલીઝની ઘોષણા કરતાં વધુ ખુશી બીજું શું હોઈ શકે. આ ફિલ્મ 27 જુલાઈએ વિશ્વભરમાં મોટા પડદા પર રિલીઝ થશે.

ચાલો તમને જણાવી દઈએ કે બેલ બોટમનું નિર્માણ પૂજા એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે દિગ્દર્શક રણજીત તિવારી છે. જાસૂસ એક્શન-થ્રીલર ફિલ્મમાં વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે લારા દત્તા અને હુમા કુરેશી મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

આ પણ વાંચો :- Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર

આ પણ વાંચો :- Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">