ધૂમ ફિલ્મના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, હાર્ટ એટેકથી થયું મોત

'ધૂમ' અને 'ધૂમ 2' જેવી ફિલ્મો ડિરેક્ટ કરનાર ડિરેક્ટર સંજય ગઢવીનું નિધન થયું છે. 19 નવેમ્બર, રવિવારના રોજ સવારે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અંતિમ સંસ્કાર મોડી સાંજે થઈ શકે છે.

ધૂમ ફિલ્મના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, હાર્ટ એટેકથી થયું મોત
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 1:58 PM

સુપરહિટ ફિલ્મ ‘ધૂમ’ના દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. 19 નવેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગઢવી લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. તેમને પરસેવો વળી ગયો હતો. તેમને તાત્કાલિક નજીકની સૌથી મોટી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સંજય ગઢવીના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં છે. તેમની વિદાય સમગ્ર બોલિવૂડ માટે મોટી ખોટ છે.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ સંજયને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. સંજય જ્યાંથી ચાલતો હતો ત્યાંથી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટરનું હતું, રસ્તામાં કોઈ ટ્રાફિક નહોતો. હાલમાં સંજયનો પાર્થિવ દેહ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે. 19મી નવેમ્બરની મોડી સાંજ સુધીમાં સંજય ગઢવીના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સંજય ગઢવી આ વિષય પર ફિલ્મ બનાવવાના હતા

સંજય ગઢવી લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહે છે, તે જ સોસાયટીમાં શ્રી દેવી રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

‘ધૂમ’ અને ‘ધૂમ 2’ના ડિરેક્ટર હતા

સંજયે યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોશન અભિનીત ‘ધૂમ’ અને ‘ધૂમ 2’નું નિર્દેશન કર્યું હતું. સંજયે મેરે યાર કી શાદી હૈ, તેરે લિયે, કિડનેપ, અજબ ગજબ લવ અને ઓપરેશન પરિંદે જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

મહત્વનું છે કે તેમનો જન્મ મુંબઈમાં થયો હતો, તેમના માતા-પિતા ગુજરાતમાંથી મુંબઈ રહેવા ગયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">