“દહીં જમા લો… દહીં જમા લો…” બહુ પ્રચલિત આ સોંગની રિયલ સ્ટોરી જાણશો તો ચોંક્યા વિના રહી નહીં શકો- જુઓ આ વીડિયો

|

Feb 13, 2024 | 8:07 PM

બહુ પ્રચલિત 'દહીં જમાલો..' સોંગ પાછળ એક એવી સ્ટોરી રહેલી છે જે કદાચ આપ ભાગ્યે જ જાણતા હશો. એક પ્રકારે દહીં જમાલો સોંગ સાંભળીએ તો પ્રથમ દૃષ્ટિએ દહીં જમાવવાની વાત હોય તેવુ જ મોટાભાગના લોકો માનતા હશે પરંતુએ માનવુ ભૂલ ભરેલુ છે અને દહીં જમાલોની ખરી હકીકત આ છે. જુઓ

દહીં જમા લો... દહીં જમા લો... બહુ પ્રચલિત આ સોંગની રિયલ સ્ટોરી જાણશો તો ચોંક્યા વિના રહી નહીં શકો- જુઓ આ વીડિયો

Follow us on

બહુ જાણીતા એવા દહીં જમા લો ગીત પાછળની આ છે રિયલ સ્ટોરી, જેમા દહીં જમા લો… ગીતમાં ખરેખર દહીંની કોઈ વાત જ નથી. વર્ષ 1889માં સિંધના સકરમાં બ્રિટીશરોએ રેલવેનો એક બ્રિજ બનાવ્યો હતો. હવે સમસ્યા એ હતી કે કોઈપણ ડ્રાઈવર આ ખતરનાક પૂલ પરથી ટ્રેન લઈ જવા માટે તૈયાર જ ન હતો. ત્યારે એક કેદી જમાલો શીદી જેને મોતની સજા સંભળાવાઈ હતી. બ્રિટીશરોએ તે મોતની સજા પામેલા કેદીને સૌપ્રથમ ટ્રેન ચલાવવાની તાલીમ આપી અને કહ્યુ કે જો તે ટ્રેન લઈને પૂલની સામેના છેડે પહોંચી જશે તો તે આઝાદ છે. તેની સજા માફ કરી દેવામાં આવશે.

ટ્રેન લઈને કેદી જમાલો પૂલના સામે છેડે પહોંચી ગયો

બે મહિના બાદ જ્યારે જમાલો એ ટ્રેન ચલાવી પૂલના સામેના છેડે પહોંચી ગયો તો તેના પરિવારજનો અને સિંધપ્રાંતના લોકોએ જશ્ન મનાવ્યુ. આ જશ્ન મનાવતી વખતે તેમણે ગાયુ હતુ કે દહીં જમા લો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જમાલો કેદીને મોતની સજામાંથી આઝાદી મળતા સિંધવાસીઓએ ગાયુ ‘દહીં જમા લો’

સિંધના લોકો જે સિંધી તરીકે ઓળખાય છે તેઓ આજે પણ ખુશીની પળોમાં દહીં જમા લો ગીત અચૂક ગાય છે જો કે તે દહીં નથી.
જેના બોલ છે હો જમાલો… જાની જમાલો.. જ કો ખટિયા યો ખૈર સા.. હો જમા લો..

જો કે આ સોંગમાં દહીં શબ્દનો ક્યાંય ઉપયોગ જ નથી થયો હો જમા લો ગાવામાં આવ્યુ હતુ, પરંતુ સમય રહેતા લોકોએ તેમના મન મુજબના અર્થ બનાવી તેને ગાવાનુ શરૂ થયુ અને પંજાબી સોંગમાં તેને મોકાનુ સ્થાન પણ મળ્યુ. જેમા તૂતક તૂતક તૂતિયા દહીં જમા લો ઘણુ ફેમસ થયુ છે.

આ પણ વાંચો: UAE પહોંચતા જ પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મોદીએ કહ્યુ “એવુ લાગે છે પોતાના જ ઘરે આવ્યો છું”

 

Published On - 8:05 pm, Tue, 13 February 24

Next Article