AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

68 વર્ષની ઉંમરે આટલું ડેડિકેશન ! ચિરંજીવીનો વીડિયો જોઈને દંગ રહી ગયા લોકો

સાઉથ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. તે તેની આગામી ફિલ્મમાં પરફેક્ટ દેખાવા માંગે છે, તે માટે તે તૈયારી કરી રહ્યા છે.

68 વર્ષની ઉંમરે આટલું ડેડિકેશન ! ચિરંજીવીનો વીડિયો જોઈને દંગ રહી ગયા લોકો
Chirajeevi workout video
| Updated on: Feb 01, 2024 | 11:06 PM
Share

મેગાસ્ટાર ચિરંજીવીએ પોતાની 46 વર્ષની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. હવે તે પોતાની નવી ફિલ્મ ‘વિશ્વંભરા’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મની તૈયારી કરી રહેલા ચિરંજીવી હવે જીમમાં પરસેવો પાડતા જોવા મળે છે.

વીડિયોમાં ચિરંજીવી વર્કઆઉટ કરતા જોવા મળે છે. તેમની ઉંમર 68 વર્ષની છે, પરંતુ આ ઉંમરે પણ તે જે તૈયારીઓ કરતા જોવા મળે છે તે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દે છે. તેના આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

ચિરંજીવીનો વીડિયો જોઈને દંગ રહી ગયા ફેન્સ

રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘વિશ્વંભરા’ એક મોટા બજેટની ફિલ્મ બનવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના નિર્માણમાં 150 કરોડથી 200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિરંજીવી દોરાબાબુ નામના પાત્રમાં જોવા મળશે. જોકે, હાલમાં જ ચિરંજીવીને દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મ વિભૂષણ મળ્યો છે. આ કારણે પણ તે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, “ચિરંજીવી મેગાસ્ટાર હોવાનું એક કારણ છે.” અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, “ઉંમર માત્ર એક સંખ્યા છે, સાબિત થયું.” અન્ય યુઝરે લખ્યું કે, “ઉંમરથી કોઈ ફરક પડતો નથી.” તેના વિડિયો પર બીજી કોમેન્ટ આવી, “તમે એક મહાન પ્રેરણા છો. મેગાસ્ટાર બનવાનું એક કારણ છે. આવી ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતી વખતે, ચિરંજિનીએ કેપ્શનમાં લખ્યું, “મેં તૈયારી કરી લીધી છે અને ભવિષ્ય માટે ઉત્સાહિત છું. #વિશ્વંભરા”

આ પણ વાંચો: બી-ટાઉનની BFF અનન્યા-સારા પહેલીવાર જોવા મળશે સાથે, દીપિકાની ફિલ્મની બનશે સિક્વલ?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">