AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગિલ-બટલર નિષ્ફળ, સુદર્શને GTની ઈનિંગને સંભાળી, IPL 2026માં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

ગુજરાત ટાઈટન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શરૂઆત ખરાબ રહી હતી, કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન જોસ બટલર પાવરપ્લેમાં આઉટ થઈ ગયા હતા અને રન રેટ ધીમો પડી ગયો હતો. જો કે બીજા છેડે સુદર્શને ઈનિંગને સંભાળી અને સિઝનની પાંચમી અડધી સદી ફટકારીને ટીમને લડાયક સ્કોર તરફ લઈ ગયો. સાથે જ તે IPL 2026માં કુલ રનના એક મોટા આંકડા સુધી પહોંચનાર પહેલો ખેલાડી બન્યો.

Breaking News: ગિલ-બટલર નિષ્ફળ, સુદર્શને GTની ઈનિંગને સંભાળી, IPL 2026માં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Sai Sudharsan fiftyImage Credit source: X/IPL
| Updated on: May 12, 2026 | 9:54 PM
Share

IPL મેચ, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને મેદાન પર ગુજરાત ટાઈટન્સ. જ્યારે પણ આવું થાય છે, ત્યારે શુભમન ગિલ અને સાઈ સુદર્શન મોટી ઈનિંગ્સ રમશે તે નક્કી માનવામાં આવે છે. સામાન્ય રીતે, તેઓ સાથે મળીને આવું કરે છે. પણ જો આ ઓપનિંગ જોડીમાંથી એક બેટ્સમેન આઉટ થાય છે, તો બીજો ટીમની જવાબદારી સંભાળે છે. સુદર્શને IPL 2026 ની સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આ જવાબદારી નિભાવી હતી, અને તેણે સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી.

હૈદરાબાદ સામે ગુજરાતની ખરાબ શરૂઆત

મંગળવાર, 12 મેના રોજ મોદી સ્ટેડિયમ ખાતે સિઝનની 56મી મેચમાં ગુજરાતનો સામનો હૈદરાબાદ સામે થયો હતો. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન માટે સ્પર્ધા કરી રહી હતી. યજમાન ગુજરાતે પહેલા બેટિંગ કરી હતી, પરંતુ અપેક્ષાઓથી વિપરીત ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન જોસ બટલર પાવરપ્લેમાં આઉટ થઈ ગયા હતા, જ્યારે પ્રથમ છ ઓવરમાં ફક્ત 34 રન જ બન્યા હતા.

સુદર્શને ફિફ્ટીની હેટ્રિક ફિફ્ટી

ખરાબ પરિસ્થિતિ છતાં સાઈ સુદર્શન એક છેડેથી ટીમ માટે રન બનાવવાનું ચાલુ રાખ્યું. ફોર્મમાં હોવા છતાં સનરાઈઝર્સની ચુસ્ત બોલિંગ અને થોડી ધીમી પિચને કારણે સુદર્શનને મોટા શોટ મારવામાં મુશ્કેલી પડી. તેમ છતાં સુદર્શન ટકી રહ્યો અને ટીમના સ્કોરને આગળ વધારતો રહ્યો. તેણે આખરે ટીમને 100 રનની પાર પહોંચાડી, 38 બોલમાં તેની અડધી સદી પૂરી કરી, જે સિઝનની તેની સતત ત્રીજી અને એકંદરે પાંચમી ફિફ્ટી હતી.

IPL 2026 માં 500 રન બનાવ્યા

સાઈ સુદર્શનને આખરે 17મી ઓવરમાં શાકિબ હુસૈને આઉટ કર્યો. તેણે 44 બોલમાં 61 રન બનાવ્યા.આ સાથે તે IPL 2026 માં 500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ મેચ પહેલા તેણે 440 રન બનાવ્યા હતા. આ ઈનિંગ સાથે તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની રેસમાં નંબર વન બેટ્સમેન પણ બન્યો. વધુમાં આ સિઝનમાં છઠ્ઠી વખત સુદર્શને 50 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે પાંચ અડધી સદી અને એક સદી ફટકારી છે.

Breaking News: પૂર્વ ક્રિકેટરે વૈભવ સૂર્યવંશીની નબળાઈને બોજ ગણાવી, IPLના એક નિયમથી છુપાઈ રહી છે કમજોરી

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">