Vaibhavi Upadhyay Death: અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન, માર્ગ અકસ્માતને કારણે થયું અવસાન

Sarabhai Vs Sarabhai સિરિયલમાં રોશેશ સારાભાઈની ગર્લફ્રેન્ડનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું છે. ફિલ્મના નિર્માતા જેડી મજીઠિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.

Vaibhavi Upadhyay Death: અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન, માર્ગ અકસ્માતને કારણે થયું અવસાન
Vaibhavi Upadhyay Death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 1:41 PM

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. આદિત્ય સિંહ રાજપૂતના અવસાનથી ઊભરી રહેલી રહેલી ટીવી ઈન્ડસ્ટ્રીને ફરી એકવાર આંચકો લાગ્યો છે, Sarabhai Vs Sarabhai સિરિયલમાં રોશેશ સારાભાઈની ગર્લફ્રેન્ડનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું છે. ફિલ્મના નિર્માતા જેડી મજીઠિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Gujarat News Live : પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

જેડી મજીઠિયાએ ઈન્સ્ટાગ્રામ પર વૈભવી માટે એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે. જેડી આ સ્ટોરીમાં લખે છે કે “હજી પણ વિશ્વાસ નથી કરી શકતો. જીવનનો કોઈ ભરોસો નથી. ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી અને મારી સારી મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. વૈભવી સારાભાઈ સિરિયલની જાસ્મીન તરીકે પણ જાણીતી હતી. તેનો અકસ્માત ઉત્તર ભારતમાં થયો છે અને તેનો પરિવાર તેના મૃતદેહને મુંબઈ લાવવાનો છે. સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રેસ્ટ ઈન પીસ વૈભવી”

જાણો કેવી રીતે થયો અકસ્માત

અમારા સૂત્રોનું માનીએ તો વૈભવી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. વૈભવીની કાર નેશનલ હાઈવે ઓટ-લુહરી પર ખાડામાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાહન પરનો કાબુ ગુમાવવાને કારણે તે રોડની બીજી બાજુ 50 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી. વૈભવીના મિત્ર જય ગાંધી આ વાહન ચલાવતા હતા. હાલમાં તે ઘાયલ છે અને તેની સારવાર બંજરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

ફરવાનો હતો શોખ

વૈભવીએ ચંપક, સિટી લાઈટ્સ, તિમિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સિરિયલો અને ફિલ્મોની સાથે તે થિયેટરમાં પણ ખૂબ સક્રિય હતી. તેમણે અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું. તેનો છેલ્લો સોશિયલ મીડિયા વીડિયો હિમાચલ પ્રદેશનો હતો. તેના ફોટા અને વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે વૈભવીને ફરવાનો ઘણો શોખ હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">