AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોક્સ ઓફિસ કલેક્શન ડે 1: પહેલા જ દિવસે રણબીરની ફિલ્મ એનિમલનો ધમાકો ! ‘પઠાણ’ અને ‘ગદર 2’ ને પછાડી કરી આટલા કરોડની કમાણી

1લી ડિસેમ્બર, શુક્રવારે રિલીઝ થયેલી 'એનિમલ' એ પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી છે અને આ વર્ષની આવી બમ્પર ફિલ્મની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકો રણબીર અને બોબીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ ફિલ્મની આતુરતાથી રાહ જોતા જોવા મળે છે. બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગ પર ફિલ્મ અંગેનો તેમનો ક્રેઝ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો

બોક્સ ઓફિસ કલેક્શન ડે 1: પહેલા જ દિવસે રણબીરની ફિલ્મ એનિમલનો ધમાકો ! 'પઠાણ' અને 'ગદર 2' ને પછાડી કરી આટલા કરોડની કમાણી
Box Office Collection Day 1 film Animal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 11:59 AM
Share

રણબીર કપૂરે પોતાની દમદાર એક્ટિંગથી એનિમલમાં ધમાલ મચાવી દીધી છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ એનિમલે ધૂમનો બોક્સ ઓફિસ પર જલવો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે સલમાનની ટાઈગર 3ને પણ બોક્સ ઓફિસ પર માત આપી છે. આ ફિલ્મનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. જો કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે તેવી અટકળો તેના એડવાન્સ બુકિંગથી પહેલાથી જ ચાલી રહી હતી. ત્યારે ચાલો જાણીએ ફિલ્મે પહેલા દિવસે કેટલાનો બિઝનેસ કર્યો.

બોક્સ ઓફિસ પર છવાઈ એનિમલ

જેમ જેમ આ વર્ષ પસાર થઈ રહ્યું છે તેમ તેમ તે ફરીથી બોક્સ ઓફિસ પર બોલિવુડ તોફાન મચાવે તેવું લાગી રહ્યું છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ એ એવા અજાયબીઓ દર્શાવ્યા છે જે આજ સુધી રણબીર કપૂર, અનિલ કપૂર કે બોબી દેઓલની કોઈ ફિલ્મે નથી બતાવ્યા. 1લી ડિસેમ્બર, શુક્રવારે રિલીઝ થયેલી ‘એનિમલ’ એ પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી છે અને આ વર્ષની આવી બમ્પર ફિલ્મની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકો રણબીર અને બોબીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ ફિલ્મની આતુરતાથી રાહ જોતા જોવા મળે છે. બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગ પર ફિલ્મ અંગેનો તેમનો ક્રેઝ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો

પહેલા દિવસે એનિમલે કેટલી કરી કમાણી?

રણબીરની ફિલ્મે પહેલા દિવસે અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. રણબીરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ પહેલા દિવસે 36.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમાણીના મામલામાં તે ‘જવાન’ સિવાય આ વર્ષની અન્ય બે હિટ ફિલ્મો ‘પઠાણ’ અને ‘ગદર 2’ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ શાનદાર એડવાન્સ બુકિંગ સાથે 61 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. આ ફિલ્મે એનસીઆરમાં સૌથી વધુ કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મની ઓક્યુપન્સી વિશે વાત કરીએ તો, એકંદરે તે 62.47% હતી અને નાઈટ શોમાં 84.07% ઓક્યુપન્સી જોવા મળી હતી.

‘એનિમલ’ એ પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે

ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેણે પહેલા જ દિવસે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે રિલીઝ થયેલી બમ્પર ફિલ્મોની વાત કરીએ તો ‘પઠાણ’એ ભારતમાં પહેલા દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 104.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સની દેઓલની ‘ગદર 2’ની વાત કરીએ તો તેણે પહેલા દિવસે દેશભરમાં 40.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, તે શાહરૂખની પાછલી ફિલ્મ ‘જવાન’ કરતાં લગભગ 14 કરોડ રૂપિયા પાછળ છે જેણે સમગ્ર દેશમાં ઓપનિંગ ડે પર 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">