Brahmastra: બ્રહ્માસ્ત્રથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે WWE રેસલર, રિંગ બાદ બોલિવુડમાં એકશનમાં જોવા મળશે

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને તેની પત્ની આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું ટ્રેલર રિલીઝ થયું છે, આ ફિલ્મ રણબીર અને આલિયા(Alia Bhatt) ની પહેલી ફિલ્મ છે જેમાં બંન્ને સાથે જોવા મળશે.

Brahmastra: બ્રહ્માસ્ત્રથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે WWE રેસલર,  રિંગ બાદ બોલિવુડમાં એકશનમાં જોવા મળશે
બ્રહ્માસ્ત્રથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે WWE રેસલરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 2:48 PM

Brahmastra : બ્રહ્માસ્ત્રનું ટ્રેલર બુધવારના રોજ રિલીઝ સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયું હતુ, લોકોને આ ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે, ટ્રેલરમાં ફિલમ સાથે જોડાયેલા દરેક પાત્રની ઝલક દેખાડવામાં આવી છે. સૌ લોકોની નજર હવે વિલન પર છે,ચાલો તમને જણાવીએ કે બ્રહ્માસ્ત્રમાં વિલનનું પાત્ર રજુ કરનાર અભિનેતા કોણ છે.બ્રહ્માસ્ત્ર (Brahmastra)માં વિલનનું પાત્ર સૌરભ ગુર્જર (Saurabh Gurjar )નિભાવી રહ્યો છે.

આ સૌરભ એ છે જેમણે સ્ટાર પ્લસ શો મહાભારતમાં ભીમનું પાત્ર પ્લે કર્યુ હતુ. ભીમ બની સૌરભે દર્શકોના દિલ જીતી લીધા છે, હવે આ ફિલ્મમાં તે અનોખા પાત્રમાં જોવા મળશે. મહાભારત જ નહિ સૌરભ સંકટમોચન મહાબલી અને યે ઝુકી ઝુકી નજર ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રિંગમાં ધમાલ મચાવી ચૂક્યો છે

સૌરભ ગુર્જર એક શાનદાર અભિનેતાની સાથે રેસલર પણ છે. સૌરભે WWEના કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે અને તે અનેક વખત રિંગમાં પોતાની કમાલ કરી ચૂક્યો છે. સૌરભનું રિંગમાં નામ સાંગા છે અનેક મહારથીઓને ટક્કર આપી ચૂક્યો છે. આ સિવાય સૌરભ પૂર્વ નેશનલ કિક બોક્સિંગ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. બ્રહ્માસ્ત્રથી સૌરભ બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ થયું છે, આ ફિલ્મમાં સૌરભ સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય કપુર મુખ્ય ભુમિકામાં છે. અયાન મુખર્જી દ્વારા નિર્દિશિત આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.ફિલ્મમાં શસ્ત્રો એટલે કે, બ્રહ્માસ્ત્રની શક્તિઓની વાત કરવામાં આવી છે, ફિલ્મને જોનારા દર્શકોને બ્રહ્માસ્ત્રની શક્તિઓનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહે છે.

દર્શકોને પસંદ આવી રણબીર -આલિયાની કેમેસ્ટ્રી

ટ્રેલરમાં રણબીર અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે. જે દર્શકોનું ખુબ મનોરંજન કરનાર છે, આલિયાને પહેલી વાર જોતા જ રણબીર તેના પ્રેમમાં પડી જાય છે. અચાનક આલિયાને રણબીરની શક્તિઓની જાણ થાય છે, અભિનેતા આલિયાને જણાવે છે કે, તેનો આગ સાથે ખાસ સંબંધ છે.

g clip-path="url(#clip0_868_265)">