Shahrukh Khan In Brahmastra: બ્રહ્માસ્ત્રના ટ્રેલરમાં જોવા મળી શાહરૂખ ખાનની ઝલક? વાયરલ થઈ રહ્યો છે આ ફોટો

શાહરૂખ ખાનના (Shahrukh Khan) ફેન્સ પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, જોકે આ ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખના ચહેરાની સ્પષ્ટ ઝલક જોવા મળી નથી.

Shahrukh Khan In Brahmastra: બ્રહ્માસ્ત્રના ટ્રેલરમાં જોવા મળી શાહરૂખ ખાનની ઝલક? વાયરલ થઈ રહ્યો છે આ ફોટો
Shahrukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 5:57 PM

બ્રહ્માસ્ત્રનું ટ્રેલર લોન્ચ થયા બાદ શાહરૂખ ખાનના (Shahrukh Khan) ફેન્સ તરફથી આ ટ્રેલરમાંથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. SRKના ફેન્સને ખાતરી છે કે આ ફોટો શાહરૂખ ખાનનો જ છે, જે ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં (Brahmastra) કેમિયો કરતો જોવા મળશે. સોશિયલ મીડિયા પર ટ્રેલરની કેટલીક તસવીરો શેર કરતા એક ફેન્સે લખ્યું, ‘આ શાહરૂખ ખાન છે’. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં શાહરૂખ ખાન 20 મિનિટનો કેમિયો કરવાનો છે. આ ફિલ્મમાં તે એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે.

અહીંયા જુઓ ફેન્સની પોસ્ટ

2 વર્ષ પછી વાપસી કરશે શાહરૂખ ખાન

જો ફેન્સનું અનુમાન સાચુ નીકળશે તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન અચ્છાયની(સારાની) સાથે જોવા મળવાનો છે. તે એક એવું શસ્ત્ર બનશે, જેનો ઉપયોગ બુરાઈને દૂર કરવા માટે કરવામાં આવશે. આ સમાચારની પુષ્ટિ થઈ છે કે શાહરૂખ ખાન “બ્રહ્માસ્ત્ર” નો ભાગ બનવાના છે ત્યારથી તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે કારણ કે કોરોના પછી લગભગ 2 વર્ષની રાહ જોયા બાદ શાહરૂખ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ જ કારણ છે કે ફેન્સ તેની વાપસી માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

એક ફેન્ટેસી ફિક્શન ડ્રામા છે ‘બ્રહ્માસ્ત્ર’

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એક ફેન્ટેસી ફિક્શન ડ્રામા છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનનો ચહેરો દેખાતો નથી, તેમ છતાં તેના ફેન્સને ખાતરી છે કે આ વીડિયોમાં લાંબા વાળવાળું પાત્ર છે, જેની ચારેબાજુ અગ્નિ છે, અને ત્રિશૂળ પકડીને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, તે બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે. એટલું જ નહીં ટ્રેલરમાં જેની પાછળ ભગવાન હનુમાનની ભવ્ય છાયા નજર આવી રહી છે, તે પણ શાહરૂખ ખાન છે. હવે આ બાબતમાં કેટલું સત્ય છે તે તો આ ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

ઘણા કારણોસર ખાસ છે આ ફિલ્મ

રણબીર કપૂર અને આલિયાની આ ફિલ્મ ઘણા કારણોસર ખાસ છે. આ ફિલ્મ બનાવવામાં અયાન મુખર્જીને 7 વર્ષ લાગ્યા હતા. લગ્ન પછી રણબીર આલિયાની આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં પહેલીવાર બંનેએ સ્ક્રીન પર પહેલીવાર કિસ કરી છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં રણબીરના ગુરૂની ભૂમિકા ભજવી રહ્યા છે. 300 કરોડની આ ફિલ્મમાં ખૂબ જ શાનદાર વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">