‘હેરા ફેરી 3 ને બગાડો નહીં…’ કેમ થઈ રહી છે ફિલ્મમાંથી ડિરેક્ટર ફરહાદ સામજીને હટાવવાની માગ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 8:55 AM

Hera Pheri 3 Farhad Samji : ફરહાદ સામજીનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ટ્વિટર યુઝર્સ તેને ફિલ્મ હેરા ફેરી 3માંથી હટાવવાની માગ કરી રહ્યા છે. લોકો કહે છે કે ફિલ્મને બગાડો નહીં.

'હેરા ફેરી 3 ને બગાડો નહીં...' કેમ થઈ રહી છે ફિલ્મમાંથી ડિરેક્ટર ફરહાદ સામજીને હટાવવાની માગ

Hera Pheri 3 Farhad Samji : હેરા ફેરી એ બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી છે, જેના ત્રીજા ભાગની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન લેશે. જો કે બાદમાં બધું સ્પષ્ટ થઈ ગયું કે માત્ર અક્ષય જ રાજુની ભૂમિકા ભજવશે. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક લોકો રાજુ, શ્યામ અને બાબુ ભૈયાને એકસાથે જોવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો : Hera Pheri 3 First photo : બાબુરાવ, રાજુ અને શ્યામ ફરી એક સાથે, ફિલ્મના શૂટિંગ દરમિયાનનો ફોટો થયો Viral

આ દરમિયાન સોશિયલ મીડિયા પર હેરી ફેરી 3 ના નિર્દેશક ફરહાદ સામજીને ફિલ્મમાંથી બહાર કરવાની માગ કરવામાં આવી રહી છે. હેરી ફેરી 3 અને ફરહાદ સામજીના નામ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. હજારો લોકોએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ફરહાદને ફિલ્મમાંથી બહાર કાઢો. આવો અમે તમને લોકોની ટ્વીટ બતાવીએ અને જણાવીએ કે આવી માગ શા માટે થઈ રહી છે.

લોકોએ કરી હતી આવી ટ્વિટ

એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું, “અમે મેકર્સ પાસેથી જાણવા માગીએ છીએ કે શા માટે ફરહાદ સામજીને હેરા ફેરી 3 માટે કાસ્ટ કરવામાં આવ્યો. ફરહાદને ફિલ્મમાંથી બહાર કાઢો.”

અન્ય એક યુઝરે લખ્યું, “હેરા ફેરી 3 માત્ર એક ફિલ્મ નથી, તે એક લાગણી છે. ફરહાદ સામજી તેને બગાડો નહીં.”

અન્ય એક યુઝરે લખ્યું, “પૉપ કૌનનો પહેલો અડધો કલાક જોઈને હું કહી શકું છું કે હેરા ફેરી 3 ખતરામાં છે. ખરેખર ડિરેક્ટરને બદલવાની જરૂર છે. હેરી ફેરી ફ્રેન્ચાઇઝીના ચાહકો તરફથી ટ્વિટર પર આવી ઘણી ટ્વીટ જોવા મળી રહી છે.

આવી માગ કેમ ઉભી થાય છે?

જો કે, તાજેતરમાં ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શિત OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કોમેડી સિરીઝ પોપકોન રિલીઝ કરવામાં આવી છે. જોકે લોકોને આ કોમેડી સિરીઝ પસંદ નથી આવી રહી. લોકોને આ સિરીઝ બોરિંગ લાગી રહી છે. આ કારણે લોકો ફરહાદ સામજીને હેરી ફેરી 3માંથી બહાર કરવાની માગ કરી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati