AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story બનાવનારા વિપુલ અમૃતલાલ શાહ કોણ છે? ગુજરાતમાં થયો જન્મ, લાગી ચૂક્યો છે આ ગંભીર આરોપ

Vipul Amrutlal Shah Movies : કેરળ સ્ટોરી ફિલ્મનું નિર્માણ પ્રખ્યાત નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને ભારે વિવાદ થયો હતો. હવે આ ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પહેલા દિવસે બમ્પર કમાણી કરશે.

The Kerala Story બનાવનારા વિપુલ અમૃતલાલ શાહ કોણ છે? ગુજરાતમાં થયો જન્મ, લાગી ચૂક્યો છે આ ગંભીર આરોપ
Vipul Amrutlal Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 8:49 AM
Share

The Kerala Story Producer : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરનારા વિપુલ અમૃતલાલ શાહ હવે નવી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. જ્યારે ફિલ્મને લઈને વિવાદ વધી ગયો ત્યારે મેકર્સે ટ્રેલર એડિટ કરવું પડ્યું. હવે આ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે અને આશા છે કે આ ફિલ્મ કમાણીની બાબતમાં પણ ઘણા નવા રેકોર્ડ બનાવશે.

આ પણ વાંચો : The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ

આ ફિલ્મનું નિર્માણ કરનારા વિપુલ અમૃતલાલ શાહ તેના લેખક પણ છે અને તેમણે દિગ્દર્શક સુદીપ્તો સેન સાથે મળીને આ ફિલ્મના લેખન પર કામ કર્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે, જે સતત ચાહકોને આ ફિલ્મ જોવા માટે પ્રેરિત કરતી જોવા મળી હતી. ફિલ્મને લઈને કેરળમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. આ કારણે રિલીઝના પહેલા દિવસે જ્યાં તેને 50 સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની વાત કહેવામાં આવી હતી, તે માત્ર 17 સ્ક્રીન્સ પર જ રિલીઝ થઈ છે.

ટ્રેલર અહીં જુઓ

કયા કલાકારો સાથે કામ કર્યું?

વિપુલની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. તેણે અમિતાભ બચ્ચન સાથે આંખ, વક્ત, અક્ષય કુમાર સાથે નમસ્તે લંડન, એક્શન રિપ્લે અને સલમાન ખાન સાથે લંડન ડ્રીમ્સ જેવી ફિલ્મો બનાવી છે.

આ સિવાય તેણે અક્ષય કુમારની ફિલ્મ સિંઘ ઈઝ કિંગ, જોન અબ્રાહમની સુપરહિટ ફિલ્મ સિરીઝ ફોર્સ અને વિદ્યુત જામવાલની સફળ સિરીઝ કમાન્ડો પ્રોડ્યુસ કરી છે. હવે તે ધ કેરલા સ્ટોરી સાથે ચાહકો વચ્ચે છે, જે વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સનો રેકોર્ડ તોડી નાખશે.

આ મોટી અભિનેત્રીના પતિ

વિપુલ અમૃતલાલ શાહ બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે. સાથે જ તેમની પત્ની શેફાલી શાહ પણ લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે. અભિનેત્રીએ તેની કરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ રંગીલાથી કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા. શેફાલી 3 દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે.

કોણે લગાવ્યા આરોપ?

વિપુલ અમૃતલાલ શાહ ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમના પર Me Too મોમેન્ટ હેઠળ જાતીય સતામણીનો આરોપ લાગ્યો. સેક્રેડ ગેમ્સમાં જોવા મળેલી અભિનેત્રી અલનાઝ નૌરોજીએ તેમના પર આ આરોપ લગાવ્યો હતો. આ પછી તેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ બાદમાં આ મામલે નિર્માતાને પણ ક્લીનચીટ આપવામાં આવી હતી. નિર્માતા તરીકે વિપુલની આગામી ફિલ્મ ફોર્સ 3 છે, જે 2024માં રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">