સાનિયા મિર્ઝાનું દિલ તૂટ્યું તો છલકાયું દર્દ, એક સમયે વ્યક્ત કરી હતી રણબીર કપૂર સાથે લગ્ન કરવાની ઈચ્છા
સાનિયા મિર્ઝા (Sania Mirza) અને શોએબ મલિકે હાલમાં જ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે સાનિયા બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી.

ભારતની ફેમસ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તેણે તેના પતિ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી શોએબ મલિકથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ સાનિયા અને શોએબના નજીકના મિત્રએ કરી છે. સાનિયા મિર્ઝા તેની રમત સિવાય તેની સુંદરતા માટે પણ જાણીતી છે. એક સમય એવો હતો જ્યારે તે બોલીવુડના હેન્ડસમ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી. આ અનુભવી ટેનિસ મહિલા ખેલાડીએ પણ નેશનલ ટીવી પર આ વાત સ્વીકારી હતી.
શાહિદ કપૂર સાથે પણ જોડવામાં આવ્યું છે નામ
એટલું જ નહીં સાનિયા મિર્ઝાનું નામ બોલિવૂડના ફેમસ એક્ટર શાહિદ કપૂર સાથે જોડાયું હતું. આ બંનેએ ક્યારેય ઓફિશિયલ રીતે તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. પરંતુ એકવાર સાનિયા મિર્ઝા ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણમાં ગઈ, ત્યારે તેણે શાહિદ કપૂર સાથેના ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી. કરણ જોહરે આ વિશે સવાલ કર્યો તો ત્યારે સાનિયા મિર્ઝાએ કહ્યું કે, ‘હું આ વિશે વધુ જાણતી નથી.’ આ શોમાં કરણ જોહરે તેને એ પણ સવાલ કર્યો કે તે બોલિવૂડના કયા અભિનેતા સાથે લગ્ન કરવા માંગે છે, તે કોને મારવા માંગે છે અને કોની સાથે હૂકઅપ કરવા માંગે છે.
View this post on Instagram
કરણ જોહરે સાનિયા મિર્ઝાને પૂછ્યું હતું કે જો તેને તક મળે તો તે રણબીર કપૂર, રણવીર સિંહ અને શાહિદ કપૂરમાંથી કયા એક્ટર સાથે લગ્ન કરશે? તેના પર સાનિયા મિર્ઝાએ રણબીર કપૂરનું નામ લીધું. તેણીએ કહ્યું હતું કે તે રણબીર સાથે લગ્ન કરશે, રણવીર સાથે હૂકઅપ કરશે અને શાહિદ કપૂરને મારી નાખશે. તે સમયે સાનિયા મિર્ઝાના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ હતી.
વર્ષ 2010માં સાનિયાએ કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે ભારતીય ટેનિસ ખેલાડીએ વર્ષ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં સાનિયા મિર્ઝા પ્રથમ વખત માતા બની હતી. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.