AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયા બચ્ચને જાહેરમાં કંગના રનૌત સાથે કર્યું આવું કામ, યુઝર્સે કહ્યું- આટલો ઘમંડ?

મુંબઈમાં ગઈકાલે ફિલ્મ 'ઉંચાઈ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. કંગના રનૌત (Kangana Ranaut) પણ આ સ્ક્રિનિંગમાં આવી હતી.

જયા બચ્ચને જાહેરમાં કંગના રનૌત સાથે કર્યું આવું કામ, યુઝર્સે કહ્યું- આટલો ઘમંડ?
jaya-bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:39 PM
Share

બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો એક જ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. ફિલ્મ ‘ઉંચાઈ’માં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની, ડેની ડેન્ઝોંગપા, પરિણીતી ચોપરા અને નીના ગુપ્તા જેવા સ્ટાર્સ જોવા મળશે. ગઈકાલે મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી, રાની મુખર્જીથી લઈને કંગના રનૌત સુધી ઘણાં સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મહાનાયકની ફિલ્મ જોવા માટે અભિષેક બચ્ચન અને જયા બચ્ચન પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચન, અનુપમ ખેર અને કંગના રનૌત જોવા મળે છે. કંઈક એવું બને છે કે જયા બચ્ચન ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી છે, જ્યાં અનુપમ ખેર હાથ જોડીને તેનું વેલકમ કરે છે. આ દરમિયાન પહેલા તો જયા અનુપમને અવગણતી જોવા મળે છે, તે પછી તરત જ તે કંગના તરફ વળે છે, ત્યાં એક્ટ્રેસ પણ તેને હાય કહે છે, પરંતુ જયા બચ્ચન કંગનાની પ્રતિક્રિયાને ઈગ્નોર કરે છે.

કંગના તેના ફેસ પર જયાની પ્રતિક્રિયાની અસર થવા દેતી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને તેનું વર્તન બિલકુલ પસંદ આવ્યું નથી. જયા બચ્ચનનું પાપારાઝી સાથે આવું વર્તન સામાન્ય બની ગયું છે. પરંતુ કંગના સાથેની તેની પદ્ધતિ કોઈ સમજી શક્યું નહીં. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જોઈ શકાય છે કે જ્યારે અભિષેક બચ્ચન કંગનાને મળે છે ત્યારે તે તેને ગળે લગાવે છે અને સારી રીતે વાત કરે છે.

આવામાં સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે લખી રહ્યા છે કે, શું જયા કંગનાથી ડરે છે? એક યુઝરે લખ્યું- કંગના વિચારતી હશે કે તે પણ અહીં આવી છે. અન્ય એક યુઝરે લખ્યું, જયાજી, થોડી શરમ રાખો. અન્ય એક યુઝરે લખ્યું, આટલો ઘમંડ.. આના કરતાં તો રેખાજી સારી છે. આવી સતત કોમેન્ટ જયા બચ્ચનની પ્રતિક્રિયા માટે કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">