Karan Deol Marriage : સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ક્યારે અને ક્યાં થશે? રિસેપ્શનની તારીખ પણ જાહેર

Sunny Deol Son Karan Deol Marriage : ટૂંક સમયમાં દેઓલ પરિવારમાં શરણાઈ વાગવાની તૈયારી છે. અભિનેતા સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આ મહિને લગ્ન કરવા જઈ રહ્યો છે. જાણો લગ્ન ક્યારે અને ક્યાં થશે અને કઈ તારીખે રિસેપ્શન થશે?

Karan Deol Marriage : સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ક્યારે અને ક્યાં થશે? રિસેપ્શનની તારીખ પણ જાહેર
Karan wedding date
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 12:33 PM

Karan Deol Drisha Acharya Wedding : આ દિવસોમાં બોલિવૂડમાં સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની ચર્ચા છે. અહેવાલ છે કે કરણ દેઓલ આ મહિને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે દેઓલ પરિવારના લગ્ન છે, તેથી ફંક્શન પણ ભવ્ય હશે. દાદા ધર્મેન્દ્રથી લઈને પિતા સની દેઓલ સુધી બધા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. મેરેજ ફંક્શન 16 થી 18 જૂન સુધી ચાલશે. સ્થળ પણ ફાઈનલ થઈ ગયું છે અને રિસેપ્શનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.

આ પણ વાંચો : Karan Deol wedding : સની દેઓલના પુત્ર કરણના લગ્નની તારીખ જાહેર, વાંચો કેમ રાખવામાં આવી હતી ખાનગી

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

સની દોઓલ અને તેની પત્ની સમગ્ર વ્યવસ્થા જાતે જ જોઈ રહ્યા છે

દ્રિષા આચાર્ય અને કરણ દેઓલે 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સગાઈ કરી હતી. હવે મુંબઈમાં 16 થી 18 જૂન સુધી લગ્નના ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ધર્મેન્દ્રના પૌત્રના લગ્નનું ફંક્શન આખા ત્રણ દિવસ સુધી ચાલશે. ધર્મેન્દ્રના જુહુના બંગલામાં લગ્નની જોરદાર તૈયારીઓ થઈ રહી છે. સની દોઓલ અને તેની પત્ની સમગ્ર વ્યવસ્થા જાતે જ જોઈ રહ્યા છે.

View this post on Instagram

A post shared by Karan Deol (@imkarandeol)

કરણ દેઓલના લગ્નમાં આખું બોલિવૂડ જોવા મળશે!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 18 જૂને મુંબઈના બાંદ્રામાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. રિસેપ્શન તાજ લેન્ડ્સ એન્ડ બાંદ્રા ખાતે યોજાશે. જ્યાં બોલિવૂડ સ્ટાર્સનો મેળો જામશે. જો તે દેઓલ પરિવારના લગ્ન છે તો તે કેટલું ખાસ હશે તે તમે જાતે જ સમજી શકો છો. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન અને તમામ મોટા સ્ટાર્સના વેડિંગ રિસેપ્શનમાં મેળો જામશે.

આ ફિલ્મથી કરણ દેઓલે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

સની દેઓલના પુત્ર કરણ દેઓલે 2019માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં કરણ તેની ફેમિલી સિરીઝની ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં કરણની સાથે પિતા સની, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર પણ હશે.

View this post on Instagram

A post shared by Karan Deol (@imkarandeol)

શું છે દ્રિષા આચાર્યનું બોલિવૂડ કનેક્શન?

તમને જણાવી દઈએ કે કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દ્રિષા આચાર્ય જાણીતા ફિલ્મ નિર્દેશક બિમલ રોયની પૌત્રી છે. દ્રિષાની માતાનું નામ ચિમુ આચાર્ય છે, જે દુબઈમાં રહે છે. દ્રિશાએ દુબઈ અને કેનેડાથી પોતાનો અભ્યાસ કર્યો છે.

View this post on Instagram

A post shared by Karan Deol (@imkarandeol)

કરણ દેઓલે સગાઈને લઈને મીડિયામાં પોતાના સંબંધો વિશે વાત કરી ન હતી. બંનેએ હંમેશા પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. સમાચાર અનુસાર કરણ અને દ્રિષાની મુલાકાત ધર્મેન્દ્ર-હેમા માલિનીના લગ્નની વર્ષગાંઠ દરમિયાન થઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">