Karan Deol wedding : સની દેઓલના પુત્ર કરણના લગ્નની તારીખ જાહેર, વાંચો કેમ રાખવામાં આવી હતી ખાનગી

Karan Deol Wedding : બોલિવૂડ એક્ટર સની દેઓલનો મોટો દીકરો કરણ દેઓલ લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમના લગ્નની તારીખ જાહેર થઈ છે.

Karan Deol wedding : સની દેઓલના પુત્ર કરણના લગ્નની તારીખ જાહેર, વાંચો કેમ રાખવામાં આવી હતી ખાનગી
Karan Deol wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 2:01 PM

દેઓલ પરિવારમાં ખુશીઓ આવવાની છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પૌત્ર અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. કરણના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા પરંતુ બધા એ જાણવા માંગતા હતા કે, ક્યા દિવસે કરણ રાજા બન્યા પછી ઘોડી પર ચઢવા જઈ રહ્યો છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, કરણ દેઓલ જૂનમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કરશે.

આ પણ વાંચો : Gadar 2 Poster Out : સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું ફર્સ્ટ પોસ્ટર રીલિઝ, જોવો તારા સિંહનો ખૂંખાર અંદાજ

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

સનીએ પોતે હજુ સુધી તેના પુત્રના લગ્નની જાહેરાત કરી નથી

દેઓલ પરિવાર તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. સની દેઓલ અને બોબી દેઓલ પણ તેમના પરિવાર સાથે જોડાયેલી વધુ માહિતી શેર કરતા નથી. આવી સ્થિતિમાં, સનીએ પોતે હજુ સુધી તેના પુત્રના લગ્નની જાહેરાત કરી નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર કરણ અને દ્રિશાના લગ્નની વિધિ 16 જૂનથી શરૂ થશે અને લગ્ન પણ 18 જૂન સુધીમાં થશે. જો કે એવું પણ માનવામાં આવે છે કે આ એક ખાનગી લગ્ન હશે.

View this post on Instagram

A post shared by Karan Deol (@imkarandeol)

કરણ મુંબઈમાં જ તેની ગર્લફ્રેન્ડ દ્રિશા સાથે કરશે લગ્ન

કરણ દેઓલના લગ્નમાં પરિવાર ઉપરાંત ખાસ લોકો પણ આવવાના છે. સનીની સાથે કરણ પોતે પણ સોશિયલ ગેધરિંગથી દૂર રહે છે. આવી સ્થિતિમાં તેઓ પણ તેમના લગ્નમાં વધુ ધામધૂમ ઈચ્છતા નથી. કરણ મુંબઈમાં જ તેની ગર્લફ્રેન્ડ દ્રિશા સાથે લગ્ન કરશે. એટલે કે આ કપલના લગ્ન શાહી લગ્ન જેવા નહીં હોય. જો કે લગ્નની વ્યવસ્થા ખાસ હશે. દ્રિશા અને કરણ છેલ્લા 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

હવે આ કપલે કાયમ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે દુબઈમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યા બાદ કરણ અને દ્રિશાએ 18 ફેબ્રુઆરીએ સગાઈ કરી લીધી હતી. આ જોડીના પરિવારજનો લગ્નમાં વધુ વિલંબ ઇચ્છતા નથી. દ્રિશા આચાર્યને ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે કરણે વર્ષ 2019માં બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. જો કે કરણની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ફ્લોપનો સામનો કરવો પડ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">