Happy Birthday Allu Arjun: ફી વગર કામ કરવાથી લઈને સૌથી પહેલા સિક્સ પેક એબ્સ બનાવનાર સુધી, જાણો અલ્લુ અર્જુનની કેટલીક ખાસ વાતો

Happy Birthday Allu Arjun: અલ્લુ અર્જુનની (Allu Arjun) ગણતરી હવે ટોપ સ્ટાર્સમાં થાય છે. અલ્લુને 20 ફિલ્મો માટે 37થી વધુ એવોર્ડ મળ્યા છે, જ્યારે તેને કેટલીક ફિલ્મોમાં ફી વિના પણ કામ કર્યું છે. જાણો અલ્લુ અર્જુનની ખાસ વાતો વિશે.

Happy Birthday Allu Arjun: ફી વગર કામ કરવાથી લઈને સૌથી પહેલા સિક્સ પેક એબ્સ બનાવનાર સુધી, જાણો અલ્લુ અર્જુનની કેટલીક ખાસ વાતો
Happy Birthday Allu Arjun
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 6:15 AM

પાન ઈન્ડિયા એક્ટર અલ્લુ અર્જુનનો બર્થ ડે આજે એટલે કે 8મી એપ્રિલે છે. જન્મદિવસના આ ખાસ અવસર પર સવારથી જ અલ્લુ અર્જુનને લઈને સોશિયલ મીડિયા પર હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. પુષ્પાઃ ધ રાઈઝની સફળતાથી પછી લોકો અલ્લુ અર્જુન વિશે વધુને વધુ જાણવા માંગે છે. દર્શકોમાં પણ અલ્લુના બર્થ ડે લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર તમને અલ્લુ અર્જુન વિશે ખાસ વાતો જણાવીએ.

અલ્લુ અર્જુનનું નામ તે પસંદ કરાયેલા ટોલીવુડ સેલેબ્સમાંનું એક છે, જેમનો સિનેમેટિક સક્સેસ રેશિયો ઘણો સારો છે. મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુનની એક ફિલ્મ 400 કરોડ ક્લબમાં, 1 ફિલ્મ 250 કરોડ ક્લબમાં અને 3 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે.

અલ્લુ અર્જુન તેના કિલર ડાન્સ મૂવ્સ અને ડેશિંગ પર્સનાલિટી માટે પણ જાણીતો છે. આરવીસીજી મૂવીઝના એક રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન સાઉથનો પહેલો એક્ટર છે, જેણે 2007માં રિલીઝ થયેલી ફિલ્મ દેસામુદુરુમાં તેના સિક્સ પેક એબ્સનો ફ્લોન્ટ કર્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અલ્લુ અર્જુનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ

અલ્લુ અર્જુનની પણ સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે, જે પુષ્પાની રિલીઝ થયા પછી વધુ વધી ગઈ છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત અલ્લુ અર્જુનના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 45 મિલિયનથી વધુ છે.

કહેવાય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મોના ક્રિટિક્સ પણ તેને ખૂબ પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અલ્લુ અર્જુનને માત્ર 20 ફિલ્મો માટે 5 ફિલ્મફેર એવોર્ડ સાઉથ અને 37 અન્ય એવોર્ડ મળ્યા છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે સેલેબ્સ તેમના વધતા સ્ટારડમની સાથે તેમની ફી પણ વધારી દે છે. પરંતુ મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુને વેદમ અને રુદ્રમાદેવી ફિલ્મો માટે કોઈ ફી નથી લીધી. બંને ફિલ્મોમાં અલ્લુની એક્ટિંગ બધાને ખૂબ જ પસંદ આવી હતી.

અલ્લુ અર્જુનને કહેવામાં આવે છે સેટેલાઈટ સુપરસ્ટાર

અલ્લુ અર્જુનને સેટેલાઈટ સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. અલ્લુની ફિલ્મો અને ગીતોને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળ્યા છે. અલ્લુની ફિલ્મોને ટીવી પર મજબૂત ટીઆરપી પણ મળે છે, પછી તે તેલુગુ હોય કે ડબિંગ.

આરવીસીજી મૂવીઝના એક રિપોર્ટ મુજબ, અલ્લુ અર્જુન એકમાત્ર સાઉથ સ્ટાર છે જેની ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’ એ એકલા તેલુગુ વર્ઝનમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મનું ગીત બુટા બમ્મા આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે.

અલ્લુ અર્જુનના ડાન્સ મૂવ્સ અને સુપરકૂલ ડાયલોગ્સ શરૂઆતથી જ પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ પુષ્પા સાથે આ ક્રેઝ અને ટ્રેન્ડ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયો છે. રિલીઝના લાંબા સમય બાદ પણ પુષ્પાનો હેંગઓવર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Pushpa 2: ફેન્સની પૂરી થઈ રાહ, પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયું, જુઓ Video

પુષ્પા ધ રાઈઝને ગ્લોબલ લેવલ પર પસંદ કરવામાં આવી છે. ફિલ્મના માત્ર હિન્દી વર્ઝને 100 કરોડથી વધુ કમાણી કરી હતી, જ્યારે રણવીર સિંહની 83 અને હોલીવુડની ફિલ્મ સ્પાઈડર મેન – નો વે હોમ સ્પર્ધામાં હતી. ફેન્સ હવે ‘પુષ્પા-ધ રૂલ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">