AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Vaccine War Trailer: કોરોના વાયરસ, વેક્સીન અને રાજકારણ, વિવેક અગ્નિહોત્રીના ‘ધ વેક્સીન વોર’ના ટ્રેલરમાં શું છે, જુઓ Video

ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની અપકમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરનું (The Vaccine War) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની સ્ટોરી કોરોના મહામારી અને વેક્સીન વોરની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી અને નાના પાટેકર જેવા શાનદાર કલાકારો હશે. તમને જણાવી દઈએ કે 'ધ વેક્સીન વોર' 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે.

The Vaccine War Trailer: કોરોના વાયરસ, વેક્સીન અને રાજકારણ, વિવેક અગ્નિહોત્રીના 'ધ વેક્સીન વોર'ના ટ્રેલરમાં શું છે, જુઓ Video
The Vaccine WarImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:37 PM
Share

ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરને (The Vaccine War) કારણે ચર્ચામાં છે. ધ કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવ્યા પછી હવે વિવેક અગ્નિહોત્રી કોરોના મહામારી અને વેક્સીન પરના યુદ્ધની સ્ટોરીને મોટા પડદા પર લાવી રહ્યા છે. ફિલ્મ ધ વેક્સીન વોરનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, મોહન કપૂર અને પલ્લવી જોશી જેવા શાનદાર કલાકારો જોવા મળે છે. વેક્સીન વોરને ભારતની પહેલી ‘બાયો સાયન્સ મૂવી’ કહેવામાં આવી રહી છે.

ફિલ્મમાં કોરોના મહામારી અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ યુદ્ધમાં વેક્સીન બનાવવા માટે કેવી રીતે લડે છે? સ્ટોરી આ વિષયની આસપાસ ફરે છે. 15 ઓગસ્ટે ધ વેક્સીન વોરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ટ્રેલર જોયા બાદ ફેન્સનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને પહોંચી ગયું છે.

અહીં જુઓ વેક્સીન વોરનું ટ્રેલર

ટ્રેલરમાં નાના પાટેકર મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે વેક્સીન શોધતો જોવા મળે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે વેક્સીન કેટલી જરૂરી હતી અને વૈજ્ઞાનિકોએ તેના માટે કેટલી મહેનત કરી હતી. રાયમા સેન ન્યૂઝ એન્કરના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરના છેલ્લા સીનમાં અનુપમ ખેર પણ માસ્ક પહેરેલા જોવા મળે છે. તેઓ નાના પાટેકરને પૂછતા જોવા મળે છે કે વેક્સીન બનશે કે નહીં. તેના પર નાના પાટેકર કહે છે, “સર, તે બનાવવામાં આવશે, સૌથી પહેલા બનાવવામાં આવશે અને તેને સૌથી સુરક્ષિત બનાવવામાં આવશે.”

આ પણ વાંચો: ‘જવાન’ના સેટ પરથી શાહરૂખ ખાનનો BTS Video થયો વાયરલ, આ રીતે શૂટ થયો હતો ખતરનાક સ્ટંટ સીન

તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">