AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાકાલના દર્શન કર્યા બાદ હવે કિર્તન સાંભળવા લંડન પહોંચ્યા અનુષ્કા-વિરાટ, જુઓ Viral Video

Virat Kohli And Anushka Sharma : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Virat Kohli And Anushka Sharma) લંડનમાં કિર્તન સાંભળવા પહોંચ્યા. આ બંનેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મહાકાલના દર્શન કર્યા બાદ હવે કિર્તન સાંભળવા લંડન પહોંચ્યા અનુષ્કા-વિરાટ, જુઓ Viral Video
Virat Kohli And Anushka SharmaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 5:45 PM
Share

London: ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી હાલમાં બ્રેક પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓ રજાઓ સેલિબ્રેટ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. આ પહેલા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલમાં લંડનમાં છે. તાજેતરમાં કોહલી અને અનુષ્કા કિર્તન સાંભળવા પહોંચ્યા હતા. તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કિર્તનમાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ અમેરિકન વોકલિસ્ટ છે. તેઓ ભક્તિ ગીતો ગાવા માટે જાણીતા છે. વિરાટ અને અનુષ્કા આ પહેલા ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. કોહલી અને અનુષ્કાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા. તે બંને વૃંદાવન પણ ગયા છે. હાલના કિર્તનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો અને વીડિયો પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિરાટને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ દરમિયાન મળી શકે છે આરામ

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે. જેમાં યશસ્વી જયવાલ અને ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. બીસીસીઆઈ સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને વિન્ડીઝ પ્રવાસ પર આરામ આપી શકે છે. આ ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી સતત રમી રહ્યા છે. આવામાં આ ખેલાડીઓને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Arun Govil On Adipurush: ‘આદિપુરુષ’ પર રામાયણના ‘રામ’ થયા ગુસ્સે, કહ્યું- આસ્થા સાથે છેડછાડ યોગ્ય નથી

આ ફિલ્મમાં નજર આવશે અનુષ્કા

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા લાંબા સમયથી પડદા પરથી દૂર છે પરંતુ હવે ટુંક સમય ચકદા એકસપ્રેસથી પરત ફરી રહી છે. આ ફિલ્મમાં તે ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે. હાલમાં અનુષ્કા આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">