બોયકોટ લાઈગર પર દેવરકોંડાએ આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘અમે ફરી લડીશું’

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Aug 21, 2022 | 3:22 PM

હાલમાં જ લાલ સિંહ ચઢ્ઢા બાદ હવે વિજય દેવરકોંડાની (Vijay Devarakonda) ફિલ્મ લાઈગર પણ બોયકોટનો સામનો કરી રહી છે. આના પર એક્ટરે તેલુગુ ભાષામાં ટ્વિટ કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

બોયકોટ લાઈગર પર દેવરકોંડાએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'અમે ફરી લડીશું'
Vijay Devarakonda

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ લાઈગરના (Liger) પ્રમોશનમાં વ્યસ્ત છે. જેના માટે બંનેને લોકોનો ઘણો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. હાલમાં રિલીઝ થયેલી આમિર ખાનની વિવાદાસ્પદ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ ટ્રેન્ડનો સામનો કરવો પડ્યો હતો, જે પછી આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હવે અચાનક જ સોશિયલ મીડિયા પર બોયકોટ લાઈગર ટ્રેન્ડ થવા લાગ્યું છે. કેટલાક લોકો આનું કારણ કરણ જોહરને જણાવી રહ્યા છે તો કેટલાક વિજયના લાલ સિંહ ચઢ્ઢાને સપોર્ટ કરવાનું કહી રહ્યા છે. હવે આના પર વિજય દેવરાકોંડાએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોંડાએ હાલમાં તેની ફિલ્મ લાઈગરના બોયકોટ ટ્રેન્ડ બાદ એક ટ્વીટ કર્યું હતું. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પરંતુ એક્ટરે આ તેલુગુ ભાષામાં પોસ્ટ કર્યું છે, પરંતુ તે દર્શાવે છે કે તેને આ ટ્વિટ દ્વારા કેટલાક લોકોને યોગ્ય જવાબ આપ્યો છે.

અહીં જુઓ એક્ટરની ટ્વિટ

ટ્વીટમાં નથી બોયકોટ કલ્ચરનો ઉલ્લેખ

પરંતુ તેના ટ્વિટમાં વિજય દેવરકોંડાએ ક્યાંય પણ બોયકોટ કલ્ચરનો ઉલ્લેખ કર્યો નથી. તેને લખ્યું છે કે તે આ લડાઈ લડવા માટે તૈયાર છે અને તેને બીજાની પરવા નથી. આગળ એક્ટરે લખ્યું કે “જ્યારે આપણે ધર્મ અનુસાર ચાલીએ છીએ, ત્યારે આપણે બીજાની ચિંતા કરવાની જરૂર નથી, અમે ફરીથી લડીશું.” ટ્વીટમાં તેને ફાયર ઈમોજી બનાવીને #Liger લખ્યું છે.

‘લાઈગર’ ફિલ્મ કેમ કરી રહી છે લોકોની નારાજગીનો સામનો?

આટલો પ્રેમ અને સમર્થન મળવા છતાં વિજય દેવરકોંડાની ફિલ્મને અચાનક આટલી નારાજગીનો સામનો કેમ કરવો પડી રહ્યો છે તો જાણો કે બોયકોટ લાઈગરને ટ્રેન્ડ કરનારા કેટલાક યુઝર્સ તેની પાછળનું કારણ કરણ જોહરને જણાવી રહ્યા છે તો કેટલાક લોકોએ બોયકોટ ટ્રેન્ડ પર વિજય દેવરકોંડાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી.

શું હતું વિજય દેવરકોંડાનું નિવેદન?

ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં વિજયે કહ્યું હતું કે, “જ્યારે આમિર ખાન એક લાલ સિંહ ચઢ્ઢા બનાવે છે, ત્યારે તેનું નામ ફિલ્મમાં સ્ટાર તરીકે આવે છે પરંતુ તે ફિલ્મ સાથે બે હજારથી ત્રણ હજાર પરિવારો જોડાયેલા છે. જ્યારે તમે કોઈ ફિલ્મને બોયકોટ કરો છો, ત્યારે તમે માત્ર આમિર ખાનને જ ફરક પાડતા નથી, તમે હજારો પરિવારોને અસર કરી રહ્યા છો જેઓ તેમના રોજગારનું સાધન ગુમાવે છે.”

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘લાઈગર’?

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ જવા જઈ રહી છે. ‘લાઈગર’ને સાઉથ સિનેમાના મોટા ડાયરેક્ટર પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. વિજય દેવરકોંડા સાથે આ ફિલ્મમાં અનન્યા પાંડે તેની કોસ્ટાર તરીકે જોવા મળશે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ હશે જે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. વિજય આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati