વિજય દેવરકોંડાને જોઈને ફેન્સ થયા પાગલ, સ્ટેજ પર ચઢી ગયા

એક વીડિયોમાં જોવા મળે છે કે અભિનેતા વિજય દેવરકોંડા (Vijay Devarkonda)તેની ફિલ્મ વિશે થોડીક માહિતી આપી રહ્યા હતા. ત્યા અચાનક એક ચાહક સ્ટેજ પર ચઢી ગયો અને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ.

વિજય દેવરકોંડાને જોઈને ફેન્સ થયા પાગલ, સ્ટેજ પર ચઢી ગયા
Vijay DevarkondaImage Credit source: ટ્વિટર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 9:54 AM

વિજય દેવરકોંડા (vijay devarakonda) અને અનન્યા પાંડે (Ananya pandey) હાલ પોતાની આગામી ફિલ્મ લાઈગરના (Ligar) પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ દેશના અલગ અલગ શહેરોમાં જોરશોરથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. દરેક શહેરમાં તેમની લોકપ્રિયતાને કારણે ભારે માત્રામાં તેમના ફેન્સ તેમની પ્રમોશન ઈવેન્ટમાં આવી રહ્યા છે. જો કે સાઉથના હીરો વિજય દેવરકોંડા (Vijay Devarkonda) હાલમાં એકમાત્ર એવા અભિનેતા છે જે આ દિવસોમાં સમગ્ર ફિલ્મજગત પર પ્રભુત્વ ધરાવે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ તેમનો પીછો છોડતી નથી. છેલ્લા થોડા દિવસોથી સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા તેની આગામી ફિલ્મ લાઇગરના (Film Liger) પ્રમોશનમાં વ્યસ્ત છે અને અલગ-અલગ શહેરોની મુલાકાતે છે. તાજેતરમાં દેવરકોંડાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેના ચાહકો અભિનેતાને મળવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ફેન્સ અભિનેતાને મળવા માટે કેટલી હદે ગયા.

આવુ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે વિજય દેવેરકોંડા માટે એકઠા થયેલા લોકોએ તેમને મળવાનો પ્રયાસ ન કર્યો હોય. પૈન ઈન્ડિયા ફિલ્મ ‘લાઇગર’ને લઈને ચાહકોમાં આવો ક્રેઝ ઘણી વખત જોવા મળ્યો છે. મુંબઈ હોય કે ગુજરાત દેવરાકોંડાના ફેન્સ તેમને ક્યાંય એકલા નથી છોડતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

એક ચાહક અભિનેતાને મળવા સ્ટેજ પર ચઢી ગયો

હાલમાં જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં વિજય દેવેરકોંડાના ચાહકોની દિવાનગી જોઈને કોઈપણને નવાઈ લાગશે. આ વીડિયોમાં જોવા મળે છે કે અભિનેતા તેની ફિલ્મ વિશે થોડીક માહિતી આપી રહ્યા હતા. ત્યા અચાનક એક ચાહક સ્ટેજ પર ચઢી ગયો અને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. કલાકારોએ પણ બોલવાનું બંધ કરી દીધું હતું. જે બાદ ત્યાં હાજર તેના બાઉન્સરે અભિનેતાનો બચાવ કર્યો હતો. આ દ્રશ્યો બતાવે છે કે લોકો વિજય દેવરકોંડાના કેટલા ચાહક છે.

મહિલા ફેન સ્ટેજ પર પહોંચી હતી

ત્યાર બાદ ભીડમાંથી બહાર નીકળીને દેવરકોંડાએ તેના મળવા ઇચ્છતી એક મહિલા ચાહકને મળવા આવવાની મંજૂરી આપવામાં આવી. જ્યારે આ મહિલા ચાહક સ્ટેજ પર આવી ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ દરમિયાન વિજય દેવેરકોંડાએ મહિલા ફેન સાથે તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. લોકોનો આવો જુસ્સો જોઈને ખબર પડે છે કે વિજયે પોતાના ચાહકોના દિલમાં માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ એક સારા માણસ તરીકે પણ જગ્યા બનાવી છે.

g clip-path="url(#clip0_868_265)">