AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિક્કી કૌશલ-સારા અલી ખાનને સાથે જોઈ ફોટોગ્રાફરે પૂછ્યું, “ક્યારે લગ્ન કરી રહ્યા છો?” Videoમાં જુઓ સારાએ શું આપી પ્રતિક્રિયા

ફેન્સ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (katrina Kaif) ના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આજે વિક્કી કૌશલને ફોટોગ્રાફર્સે તેના લગ્ન વિશે પૂછ્યું હતું.

વિક્કી કૌશલ-સારા અલી ખાનને સાથે જોઈ ફોટોગ્રાફરે પૂછ્યું, ક્યારે લગ્ન કરી રહ્યા છો? Videoમાં જુઓ સારાએ શું આપી પ્રતિક્રિયા
Vicky Kaushal, Sara Ali khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 11:38 PM

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) આજકાલ હેડલાઈન્સનો ભાગ બનેલા છે. તેના અને કેટરીના કૈફ (Katrina Kaif) ના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આજે વિક્કી કૌશલ અને સારા અલી ખાન (Sara Ali khan) સાથે જોવા મળ્યા હતા. જ્યાં વિક્કીને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું.

સારા અલી ખાન અને વિક્કી કૌશલ આજે સાથે જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું  છે કે આ બંને ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મને લઈને એવું લાગે છે કે બંને એકસાથે દેખાયા હતા. જ્યારે વિક્કીએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો ત્યારે ફોટોગ્રાફરે તેમને સવાલો પૂછ્યા.

Plant in pot : ઘરે ઉગાડો આ છોડ, સાપ રહેશે કોસો દૂર
ડાયલોગ કિંગ્સ સંજય મિશ્રાનો આવો છે પરિવાર
Sattu drink: આ લોકોએ સત્તુ ભૂલથી પણ ન પીવું જોઈએ
ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

પૂછ્યું કે તમે ક્યારે લગ્ન કરો છો સારા અને વિક્કીએ ભેગા મળીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા ત્યારે ફોટોગ્રાફર્સે તેમને પૂછ્યું કે વિક્કી ભાઈ લગ્ન કરી રહ્યા છો? આ સવાલ સાંભળીને સારા પોતાની જાતને રોકી શકતી નથી અને વિક્કીને જોઈને હસવા લાગે છે. જો કે, વિક્કી કોઈ જવાબ આપતો નથી અને ફોટો ક્લિક કર્યા પછી જતો રહે છે.

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

સારાને તેના એક ચાહકે આપ્યું વડાપાવ સારા તેની કારમાં બેસે છે અને વિક્કી રોડ ક્રોસ કરીને તેની કાર તરફ જાય છે. એક ચાહક તેની પાસે આવે છે અને તેને વડાપાવ આપે છે. જે સારા ખુશીથી લઈ લે છે અને પોતાની પાસે રાખે છે. સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ્સનું માનીએ તો વિક્કી અને કેટરીના આવતા મહિને રાજસ્થાનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન ખૂબ જ ભવ્ય થવાના છે. જેમાં પરિવારના સભ્યો જ સામેલ થશે. એક અહેવાલ મુજબ, વિક્કી કૌશલ અને કેટરીના કૈફની દિવાળીના દિવસે સગાઈ થઈ ગઈ છે. સગાઈ સેરેમની એક થા ટાઈગરના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે થઈ હતી. જ્યાં માત્ર વિક્કી અને કેટરિનાનો પરિવાર જ હાજર રહ્યો હતો. ઓગસ્ટમાં કેટરિના અને વિક્કીના સગાઈનાં સમાચાર સામે આવ્યા હતા, જેને કેટરીના કૈફની ટીમે અફવા ગણાવી હતી.

આ પણ વાંચો :- Sooryavanshiએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ

આ પણ વાંચો :- Naacho Naacho Song: RRRનું પહેલું ગીત થયું રિલીઝ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ડાન્સ કરતા મળ્યા જોવા

g clip-path="url(#clip0_868_265)">