વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર
વિકી કૌશલ સેમ માનેકશોના રોલમાં ખૂબ જ શાનદાર લાગે છે. ગીતની શરૂઆત સેમના દોડવા સાથે થાય છે. તેને કહ્યું છે - ન રોકાય છે ન પાછળ પડે છે.. બસ ચાલતો રહે છે. આ ગીત સેમના જીવનને ખૂબ સારી રીતે દર્શાવવાનો દાવો કરે છે. સેમ જે ક્યારેય અટક્યો નથી, ક્યારેય થાક્યો નથી. બસ ચાલતો રહ્યો. હંમેશા ઉત્સાહથી ભરપૂર.
વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્યુરોસિટીને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ પહેલા એક નવું ગીત રિલીઝ કર્યું છે. બંદા ગીતમાં સેમ માનેકશોમાં એટલે કે વિકીની સફર બતાવવામાં આવી છે.
સેમની સફર
વિકી કૌશલ સેમ માનેકશોના રોલમાં ખૂબ જ શાનદાર લાગે છે. ગીતની શરૂઆત સેમના દોડવા સાથે થાય છે. તેને કહ્યું છે – ન રોકાય છે ન પાછળ પડે છે.. બસ ચાલતો રહે છે. આ ગીત સેમના જીવનને ખૂબ સારી રીતે દર્શાવવાનો દાવો કરે છે. સેમ જે ક્યારેય અટક્યો નથી, ક્યારેય થાક્યો નથી. બસ ચાલતો રહ્યો. હંમેશા ઉત્સાહથી ભરપૂર. તે એક સૈનિક હતો, જે તેના સૈનિકો સાથે ઉભો રહ્યો હતો.
આ ગીત શંકર મહાદેવને ગાયું છે. તેનું મ્યુઝિક શંકર એહસાન લોયનું છે અને લિરિક્સ ગુલઝાર સાહબે લખ્યા છે. આ ગીતમાં વિકીની તેના યુવા કેડેટથી લઈને સામ બહાદુર બનવા સુધીની ઝલક જોવા મળી છે. તેમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. સાન્યાએ વિકી એટલે કે સેમની પત્નીનો રોલ કર્યો છે જ્યારે ફાતિમાએ ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. આ ગીતને રિલીઝ થયાના થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા છે.
અહીં જુઓ ગીતનો વીડિયો
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સેમ માનેકશોના જીવનની આસપાસ ફરે છે, જેમને ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું અને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે, જેમને ભવાની અય્યર અને શાંતનુ શ્રીવાસ્તવ સાથે મળીને તેને લખી છે. આ ફિલ્મને આરએસવીપી મૂવીઝના બેનર હેઠળ રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં વિકી કૌશલ સિવાય ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કાબી, એડવર્ડ સોનેનબ્લિક અને જીશાન અય્યુબ પણ મુખ્ય ભૂમિકામાં છે. સેમ બહાદુર 1 ડિસેમ્બર, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ એનિમલ સાથે થશે ક્લેશ
સંદીપ વાંગા રેડ્ડીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ એનિમલ પણ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. આ જોરદાર ફિલ્મ માટે દર્શકો ખૂબ જ એક્સાઈટેડ છે. ફેન્સને કઈ ફિલ્મ વધુ પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: બિગ બોસ 17: સુશાંત સિંહ રાજપૂતના મોતના સાડા ત્રણ વર્ષ બાદ અંકિતા લોખંડેએ કર્યો આ મોટો ખુલાસો