AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uunchai BO Collection : મિત્રોની વાર્તાએ જીત્યા દિલ, પહેલા દિવસે જ કમાયા આટલા કરોડ

ફિલ્મ દિગ્દર્શક સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઊંચાઈ'એ ગઈ કાલે બોક્સ ઓફિસ પર દસ્તક આપી છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વાર્તા ખૂબ જ ભાવનાત્મક છે પણ જેમ ફિલ્મનું નામ છે તેમ આ ફિલ્મ ચોક્કસપણે તમને ઊંચાઈ પર લઈ જશે.

Uunchai BO Collection : મિત્રોની વાર્તાએ જીત્યા દિલ, પહેલા દિવસે જ કમાયા આટલા કરોડ
Unchai Film Review
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 10:45 AM
Share

Uunchai Box Office Collection Day 1 : ફિલ્મ નિર્દેશક સૂરજ બડજાત્યા તેમની ફેમિલી ડ્રામા ફિલ્મો માટે જાણીતા છે. તેણે એકથી વધુ ફિલ્મો આપી છે. જેને તમે તમારા પરિવાર સાથે બેસીને આરામથી જોઈ શકો છો. આવી સ્થિતિમાં સૂરજ બડજાત્યા ફરી એકવાર પોતાની ફિલ્મ ઊંચાઈ સાથે હાજર છે. આ ફિલ્મ ગઈ કાલે દિવસે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્ઝોંગપ્પા, બોમન ઈરાની, પરિણીતી ચોપરા, નીના ગુપ્તા અને સારિકા સ્ટારર આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકો થિયેટરોમાં પણ પહોંચી રહ્યા છે.

લોકો વીકએન્ડમાં પરિવાર સાથે જોશે ફિલ્મ

આજે આ ફિલ્મ રિલીઝ થયાને 2 દિવસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં સૌની નજર ફિલ્મના પહેલા દિવસના કલેક્શન પર છે. જેમ કે ફિલ્મની ઊંચાઈના વખાણ સાંભળવા મળી રહ્યા છે. પરંતુ દરેક ફિલ્મનું વાસ્તવિક પરિણામ તેનું કલેક્શન છે. ફિલ્મને ચાહકોની સાથે સાથે ફિલ્મ સમીક્ષકો તરફથી પણ પ્રશંસા મળી છે. પહેલા દિવસની કમાણી વિશે વાત કરીએ તો શરૂઆતના ટ્રેન્ડ મુજબ ઉંચાઈએ લગભગ બે કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. છેલ્લી કેટલીક ફિલ્મોના પ્રથમ દિવસના કલેક્શન પર નજર કરીએ તો આ કમાણી સારી માનવામાં આવે છે. સાથે જ ફિલ્મને શનિવાર-રવિવારનો ફાયદો પણ મળી શકે છે. લોકો વીકએન્ડમાં પરિવાર સાથે આ ફિલ્મ જોવા જઈ શકે છે.

ઘણા સ્ટાર્સ ફિલ્મના કર્યા વખાણ

તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સહિત ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. ફિલ્મ જોયા બાદ ઘણા સ્ટાર્સ ઘરે પરત ફર્યા અને ફિલ્મના વખાણ કર્યા છે. આટલું જ નહીં કેટલાક સ્ટાર્સ ફિલ્મ જોઈને ભીની આંખો સાથે ઘરે પરત ફર્યા હતા. બધાએ પીઢ કલાકારોની આ ફિલ્મને શાનદાર ગણાવી હતી.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ સંપૂર્ણ રીતે ચાર મિત્રોની વાર્તા છે. જ્યાં તેના એક મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે અન્ય ત્રણ મિત્રો તેની ઉંમર અને તબિયતની અવગણના કરી તેનું સપનું પૂરું કરવા લાગે છે. વાર્તા ખૂબ જ ભાવનાત્મક છે પણ જેમ ફિલ્મનું નામ છે તેમ આ ફિલ્મ ચોક્કસપણે તમને ઊંચાઈ પર લઈ જશે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">