AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉર્વશી રૌતેલાની માતા રિષભ પંતને મળવા હોસ્પિટલ ગઈ? પોસ્ટ શેર કરી યુઝર્સે કહ્યું મારે પણ આવી સાસુ જોઈએ

ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંતનું નામ ઘણી વખત જોડવામાં આવ્યું છે. જો કે બંને વચ્ચેના અહેવાલો પણ સામે આવ્યા છે. હવે પંતના અકસ્માત બાદ ફરી એકવાર બંને ચર્ચામાં છે.

ઉર્વશી રૌતેલાની માતા રિષભ પંતને મળવા હોસ્પિટલ ગઈ? પોસ્ટ શેર કરી યુઝર્સે કહ્યું મારે પણ આવી સાસુ જોઈએ
ઉર્વશી રૌતેલાની માતા રિષભ પંતને મળવા હોસ્પિટલ ગઈ?Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 4:00 PM
Share

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતના માર્ગ અકસ્માત બાદથી અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પોસ્ટ હેડ લાઈનમાં રહે છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેણે હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. જ્યાં પંત મુંબઈ હોસ્પિટલમાં દાખલ છે. હવે તેની માતાએ પણ આવું જ કંઈક કર્યું છે. ઉર્વશીની માતા મીરા રૌતેલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી અટકળો શરૂ થઈ છે. યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

ઉર્વશી રૌતેલાની માતા મીરા રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો પોસ્ટ કર્યો છે. પ્રથમ ફોટોમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનો છે. આ એ જ હોસ્પિટલ છે જ્યાં પંતની સારવાર ચાલી રહી છે. ઉર્વશીએ અગાઉ પણ આ હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. હવે તેની માતાએ ફોટો શેર કરીને અનેક સવાલો ઉભા કર્યા છે. આ સિવાય મીરા રાજપૂતે બીજો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે મંદિર પરિસરમાં ઉભેલી જોવા મળી રહી છે.

ઉર્વશીની માતાએ પોસ્ટ કરી

મીરા રૌતેલાએ બંને ફોટો શેર કરી અને લખ્યું, “બધું સારું થઈ જશે ઉર્વશી રૌતેલા ચિંતા ન કરો.” જે હોસ્પિટલમાં પંત દાખલ છે તે અને મંદિરનો ફોટો શેર કરવાની સાથે આ પ્રકારનું કેપ્શન લખવાનું કારણ શું છે, તે તો મીરા રૌતેલાને ખબર હોવી જોઈએ, પરંતુ આખું વાક્ય સમજીને એવું લાગે છે કે મીરા એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે ઉર્વશી પંતના અકસ્માતથી ચિંતિત છે. જો કે આમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે.

ચાહકો પણ કરી રહ્યા છે ટિપ્પણી

એક યુઝરે લખ્યું કે, “આ વાત કોલ અથવા વોટ્સએપ દ્વારા કહી શકાય.” ટ્રોલ કરતી વખતે બીજાએ લખ્યું, “ઓરિજિનલ આઈડી પરથી આવો, ઉર્વશી.” આ પોસ્ટની ટીકા કરતા એક યુઝરે લખ્યું, “બીજી એક વિવાદાસ્પદ પોસ્ટ. તમે લોકોએ કેવું નાટક રચ્યું છે. એકે લખ્યું, “શું મજાક છે.” રિષભ પંતને મેદાનમાં પરત ફરતા હજુ વધુ સમય લાગી શકે છે. એટલે કે અકસ્માતને કારણે તેનું લગભગ આખું વર્ષ ક્રિકેટથી દૂર રહીને જ પસાર થઈ જશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">