છોકરાઓને ગેરમાર્ગે દોરે છે ઉર્ફી જાવેદ,ચેતન ભગતે આપ્યો યોગ્ય જવાબ
ઉર્ફી જાવેદે (Urfi Javed )તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે અને ચેતન ભગતને રેપ કલ્ચરની યાદ અપાવી છે. તેણે લખ્યું છે કે "તમે બીમાર મનવાળા લોકો બળાત્કારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. ચેતન ભગત.

લોકપ્રિય લેખક ચેતન ભગત તેમની એક ટિપ્પણીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ પર તીખી પ્રતિક્રિયા આપી છે. જેના પર કોઈપણ મુદ્દે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતી ઉર્ફીએ પણ ચેતન ભગતને જડબાતોડ જવાબ આપ્યો છે. જણાવી દઈએ કે, ચેતને ઉર્ફી પર રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઉર્ફીએ ચેતન ભગતની કથિત વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા અને તેમને મી ટૂ મુવમેન્ટની યાદ અપાવી.
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવદે ભગત વિરુદ્ધ મી ટુના આરોપનો ઉલ્લેખ કર્યો છે. ઉર્ફીએ ચેતન ભગત પર નિશાન સાંધ્યું છે. પોતાની સ્ટોરીમાં તેમણે લખ્યું છે કે, જ્યારે પોતાનાથી નાની છોકરીઓને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર મેસેજ કરી રહ્યા હતા. ત્યારે પણ એ છોકરીઓના કપડાએ ભડકાવ્યા હતા ? એવા માણસ હોય છે જે પોતાની ભુલને માનવાને બદલે સ્ત્રીઓને ખોટી ઠેરાવે છે. તમે કારણ વગર મને તમારી વાતમાં લઈને આવ્યા છે. મારા કપડા વિશે કહ્યું કે, તેનાથી યુવાનો ગેરમાર્ગે દોરાય છે. આ ખોટી વાત છે. તમારી યુવા છોકરીઓને મેસેજ કરવાથી તેનું ધ્યાન ભટકતું નથી.
View this post on Instagram
રેપ કલ્ચરને સપોર્ટ ન કરો
આટલું જ નહીં, ઉર્ફી જાવેદે આગળ લખ્યું, “તમે બીમાર મનવાળા લોકો રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. ચેતન ભગત, પુરુષોની વર્તણૂક માટે મહિલાઓને જવાબદાર ઠેરવી એ જૂની વિચારધારા છે. તમારી ભૂલ ન જુઓ. તમારા જેવા લોકો છોકરાઓને આ શીખવે છે. હું નહીં, તમારા જેવા લોકો છોકરાઓને શીખવે છે કે કેવી રીતે તેમની ભૂલો સ્ત્રીઓ અને તેમના કપડાં પર દોષ દેવો.
સાહિત્ય ફેસ્ટિવલમાં મારું નામ કેમ ?
આગળ ઉર્ફીએ એક વીડિયોમાં શેર કરતા કહ્યું કે, મને સમજમાં આવી રહ્યું નથી. સાહિત્ય ફેસ્ટિવલમાં મારું નામ લેવાની જરુર કેમ હતી. હું લેખક નથી મારે કાંઈ લેવા દેવા નથી. ચોરી છુપી મારી પોસ્ટ જુઓ છો અને કહો છો કે મારા કારણે યુવાનો બગડે છે. યુથને તો છોડો તમે તો યુથના અંકલ છો. પરિણીત હોવા છતાં, તમે તમારી અડધી ઉંમરની છોકરીઓને મેસેજ કરો છો… તો તમારી સાથે કંઈ ખરાબ નહીં થાય.