Exclusive: 36 વર્ષથી બંધ પડેલી વેરાન કોલેજમાં ‘યુ-ટર્ન’ના ક્લાઈમેક્સનું શૂટિંગ કરવું હતું ડરામણું: અલાયા ફર્નિચરવાલા
Alaya F New Film: અલાયા ફર્નીચરવાલાની (Alaya Furniturewala) ફિલ્મ યુ ટર્ન 28 એપ્રિલે ફેમસ ઓટીટી પ્લેટફોર્મ જી5 એપ પર રિલીઝ જઈ ગઈ છે. આ ફિલ્મમાં અલાયા સિવાય આશિમ ગુલાટી, પ્રિયાંશુ પેનયૂલી લીડ રોલમાં છે.
Alaya Furniturewala About UTurn: બોલિવુડ એક્ટ્રેસ અલાયા એફ એટલે કે પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાની ફિલ્મ યુ ટર્ન ઓટીટી પર રિલીઝ થઈ છે. આવામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અલાયાએ ટીવી 9 સાથે શૂટિંગ સાથે જોડાયેલા ઘણા અનુભવો શેર કર્યા છે. આ દરમિયાન અલાયાએ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે કામ કરવાના અનુભવ વિશે પણ ચર્ચા કરી છે.
યુટર્નના શૂટિંગ દરમિયાનના સૌથી મુશ્કેલ સીન વિશે વાત કરતાં અલાયાએ કહ્યું, “ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ મુશ્કેલ હતો. આ સીનમાં ઘણી એક્શન હતી અને મેં આ પહેલા ક્યારેય એક્શન સીન નથી કર્યા. આવામાં ક્લાઈમેક્સનું શૂટિંગ કરવું ખૂબ જ ચેલેન્જિંગ હતું.
The signs are clear, if you take this #UTurn, your life will be upside down! #UTurn on #ZEE5, streaming now#UTurnUDie #BalajiMotionPictures @alayaf__ @ZEE5India @EktaaRKapoor #ShobhaKapoor @balajimotionpic #ArifKhan @priyanshu29 @aashim90 #ParvezShaikh #RadhikaAnand pic.twitter.com/sWwrIUs864
— Alaya F (@AlayaF___) April 28, 2023
જાણો કેમ લાગ્યો અલાયાને ડર
ફિલ્મના ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં અલાયાએ કહ્યું, “અમારી ફિલ્મનો ક્લાઈમેક્સ મેડિકલ કોલેજમાં શૂટ કરવામાં આવ્યો હતો. ચંદીગઢની બહાર આ વેરાન કોલેજમાં 36 વર્ષથી કોઈએ મુલાકાત લીધી ન હતી. તે એકદમ વિચિત્ર પણ હતું અને જો જોવામાં આવે તો તે ડરામણું પણ હતું. આ સાથે જ વરસાદ પણ ઘણો પડતો હતો. જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો હતો. આવી પરિસ્થિતિમાં રાત્રે કલાકો સુધી શૂટિંગ કરવું દરેક માટે ચેલેન્જિંગ હતું. આ કારણે મારું શિડ્યુલ પણ હેક્ટિક થઈ ગયું હતું.
Breathe, listen and follow all the instructions carefully to avoid accidents! 🧘♀️ #UTurn on #ZEE5, premieres 28th April#UTurnUDie #BalajiMotionPictures@alayaf__ @ZEE5India @EktaaRKapoor #ShobhaKapoor @balajimotionpic #ArifKhan @priyanshu29 @aashim90 #ParvezShaikh pic.twitter.com/EnVb1m90u9
— Alaya F (@AlayaF___) April 27, 2023
45 દિવસ સુધી ચંદીગઢમાં થયું શૂટિંગ
ફિલ્મ યુ ટર્નની સ્ટાર કાસ્ટ વિશે વાત કરતાં અલાયાએ કહ્યું કે બધા ખૂબ જ ટેલેન્ટેડ એક્ટર છે. દરેક વ્યક્તિ ખૂબ રમુજી અને વિનમ્ર સ્વભાવના હતા. આવામાં ફિલ્મની શરૂઆતથી લઈને શૂટિંગના અંત સુધી, બધું ખૂબ જ સરળ રીતે પૂરું થયું. અમે 45 દિવસ સુધી ચંદીગઢમાં શૂટિંગ કર્યું. આ દરમિયાન દરેકના મગજમાં માત્ર યુ-ટર્ન જ હતો. ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે માત્ર યુ ટર્નની વાત કરી હતી. એકથી દોઢ મહિના સુધી દરેકના દિલ, દિમાગ અને જીભ પર માત્ર અને માત્ર યુ ટર્ન જ હતું.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…