Ponniyin Selvan 2 Review : ડબલ રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચને જીત્યાં ફેન્સના દિલ, પણ ફિલ્મ કેવી છે ? વાંચો રિવ્યૂ
PS 2 Review: અત્યાર સુધી સાઉથમાં ઘણા લોકોએ કલ્કિ દ્વારા લખાયેલી સ્ટોરીને ફિલ્માવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ નિર્દેશક મણિરત્નમ આ નવલકથા પરથી બે સફળ ફિલ્મો બનાવવામાં સફળ થયા છે. ઐશ્વર્યા (Aishwarya Rai) અને વિક્રમની શાનદાર એક્ટિંગથી તૈયાર થયેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.
કાસ્ટ: વિક્રમ, જયમ રવિ, કાર્તિ, ઐશ્વર્યા રાય, ત્રિશા
મ્યુઝિક: એ.આર. રહેમાન
નિર્દેશક: મણિરત્નમ
રેટિંગ: 3.5/5
Ponniyin Selvan 2 Full Review: વિક્રમ અને ઐશ્વર્યા રાયની ફિલ્મ પોનીયિન સેલ્વન 2 રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ફેમસ નિર્દેશક મણિરત્નમે કર્યું છે. આ મૂવીના પાર્ટ 1 કરતા પોનીયિન સેલ્વન 2 વધુ સારી છે, શું આ મૂવી વણઉકેલાયેલા સવાલોને દૂર કરશે? આ જાણવા માટે પોનીયિન સેલ્વન 2 નો આ રિવ્યૂ ચોક્કસપણે વાંચો.
સ્ટોરી
પોનીયિન સેલ્વન 2 ની શરૂઆત આદિત્ય કરિકલન અને નંદિનીની બાળપણની પ્રેમકહાનીથી થાય છે, જ્યાં આપણને યુવા નંદિની (સારા અર્જુન) અને આદિત્ય (સંતોષ શ્રીરામ) વચ્ચે આંખોમાં રોમાંસ જોવા મળે છે. પરંતુ ફ્લેશબેકમાં સપના જેવી લાગતી આ લવસ્ટોરી અલગ થવાની પીડામાં ફેરવાઈ જાય છે. 10મી સદીના ચોલ સમ્રાટ સુંદર ચોલ પોતાના સામ્રાજ્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તેના પુત્રનો પ્રેમ (નંદિની) હવે ચોલ સેનાપતિ પર્વતેશ્વરની પત્ની બની છે, જે આ સમ્રાટનો નાશ કરવા માંગે છે. તે ઈચ્છે છે કે તેના નજીકના લોકો સમ્રાટ બને.
એકબીજા માટે પોતાનો જીવ આપનાર આદિત્ય અને નંદિની હવે એકબીજાને નફરત કરે છે. ફિલ્મના પહેલા ભાગમાં આપણે જોયું કે વંધ્યવન (કાર્તિ), અરુલમોરીવર્મન (જયમ રવિ) ચોલનાડુ પર હુમલો કરવા સેના સાથે સમુદ્રમાં જાય છે. દરેક વ્યક્તિ માની લે છે કે તે બંને મૃત્યુ પામ્યા છે. આ જ કારણ છે કે આદિત્ય તેના ભાઈનો બદલો લેવા માટે નંદિનીની સામે થાય છે. તેનો બદલો લેવા આદિત્ય પોતે તંજાવુર આવે છે.
ભાઈ પ્રત્યેના પોતાના પ્રેમનો અંત લાવવા માટે તૈયાર આદિત્ય અને સિંહાસન મેળવવા માટે તેના પૂર્વ પ્રેમી સામે લડી રહેલી નંદિનીમાં કોની જીત થાય છે, તાજ કોણ મેળવશે, તે જાણવા માટે તમારે પોનીયિન સેલ્વન 2 જોવી જ જોઈએ. માત્ર આદિત્ય અને નંદિની જ નહીં પણ વંધ્યવનના પ્રેમનું શું થયું? અરુલમોરીવર્મન અને વણથીના લગ્ન થાય છે, આ સવાલોના જવાબ મણિરત્નમે એક નવા ટ્વિસ્ટ સાથે આપવાનો પ્રયાસ કર્યો છે.
લેખન અને નિર્દેશન
નિર્દેશક મણિરત્નમે કલ્કિ દ્વારા લખેલી નવલકથા પોનીયિન સેલ્વનને સ્વીકારવાનો પડકાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. પાર્ટ 1 ની જેમ ફિલ્મનો પાર્ટ 2 કન્ફ્યૂઝ નથી કરતો. સ્ટોરીમાં આવતા ટ્વિસ્ટ તેને વધુ રસપ્રદ બનાવે છે.
જો કે મણિરત્નમના નિર્માણની તુલના રાજામૌલીના નિર્માણ સાથે ન થઈ શકે. તેથી બંનેની સરખામણી કરવાની જરૂર નથી. પરંતુ જે રીતે મણિરત્નમે ઐતિહાસિક કાલ્પનિક નવલકથાનું નિર્દેશન કર્યું છે તે જોતા કહેવું પડે કે મણિરત્નમ સંપૂર્ણપણે સફળ રહ્યા છે.
સિનેમેટોગ્રાફી અને મ્યૂઝિક
રવિ વર્મનની સિનેમેટોગ્રાફી કારણે આપણે ચોલ સામ્રાજ્યને નજીકથી જોઈ શકીયે છીએ. ગ્રાફિક્સની સાથે આ સ્ટોરીમાં વપરાયેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણને પ્રભાવિત કરે છે. એ.આર.રહેમાનનું સંગીત, શ્રીકર પ્રસાદનું એડિટિંગ, ભવ્ય સેટ્સ, એલાન્ગો કૃષ્ણનના ડાયલોગ્સ જોતાં એમ કહી શકાય કે આ ઐતિહાસિક ફિલ્મ માટે દરેક ટેક્નિશિયને ઘણી મહેનત કરી છે અને તે ફિલ્મની દરેક ફ્રેમમાં સ્પષ્ટપણે દેખાય છે.
સાઉથના પોનીયિન સેલ્વનની વાર્તા મહાભારત જેવી છે. ભલે તે ટીવી સિરિયલ તરીકે બનાવવામાં આવે કે પછી એનિમેટેડ ફિલ્મ તરીકે, તેને શાનદાર ટેકનિકના આધારે રસપ્રદ બનાવી શકાય છે.
એક્ટિંગ
ફિલ્મના પાર્ટ 1માં વિક્રમ ઘણાં સમય માટે જોવા મળ્યો હતો પરંતુ પાર્ટ 2માં આપણને વિક્રમ અને એશ્વર્યા રાયની એક્ટિંગની કમાલ જોઈ શકો છો. કાર્તિ, તૃષા, જયમ રવિ, પ્રકાશ રાજ, એશ્વર્યા, લક્ષ્મી બધાએ પોતાના પાત્ર માટે જોરદાર મહેનત કરી છે.
કેમ જોવી જોઈએ ફિલ્મ
નિર્દેશક મણિરત્નમની પોનીયિન સેલ્વન 2 પહેલા ભાગ કરતા વધુ રસપ્રદ છે પરંતુ પાર્ટ 2 સમજવા માટે પાર્ટ 1 જોવો જરૂરી છે. ચોલ સામ્રાજ્યની સ્ટોરીને નજીકથી જાણવા માટે તમે આ ફિલ્મ જોઈ શકો છો. ઐશ્વર્યા રાયનો ડબલ રોલ મોટા પડદા પર જોવો એ કોઈ વિઝ્યુઅલ ટ્રીટથી ઓછું નથી. રાવણ પછી વિક્રમ અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી જોવા માટે તમે આ ફિલ્મ જોઈ શકો છો. શાનદાર સંગીત, ભવ્ય સેટ અને કાર્તિ, જયમ રવિ, ત્રિશાની એક્ટિંગ માટે આ ફિલ્મ જોઈ શકાય છે.
આ પણ વાંચો: Tooth Pari Review : શું વેમ્પાયર અને ડેન્ટિસ્ટની વાર્તામાં કોઈ દમ નથી, વાંચો સંપૂર્ણ રિવ્યૂ
કેમ ન જોવી જોઈએ આ ફિલ્મ
મણિરત્નમની આ ફિલ્મ ઘણી મોટી છે. એડિટિંગ ટેબલ પર તેને ઓછું કરી શકાયું હોત, જેના કારણે ફિલ્મ ઘણી જગ્યાએ ખેંચાયેલી લાગે છે. ચોલ સામ્રાજ્યની સ્ટોરી સાથે સંબંધ બાંધવો હિન્દી બેલ્ટના ઓડિયન્સ માટે મુશ્કેલ લાગી શકે છે. જો તમને ઈતિહાસમાં રસ નથી અને ફિલ્મનો પાર્ટ 1 નથી જોયો તો આ ફિલ્મને સમજવી મુશ્કેલ થઈ જશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…