‘રડ્યા વગર થિયેટરોમાંથી બહાર નહીં આવી શકો’, ટ્વિંકલે કહ્યું કેવી છે અક્ષયની રક્ષાબંધન

અક્ષય કુમારની (Akshay Kuamr) રક્ષાબંધન (Raksha Bandhan) ફિલ્મ 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ પહેલા તેની પત્ની ટ્વિંકલ ખન્ના ફિલ્મના વખાણ કરી ચૂકી છે. તે કહે છે કે તમે થિયેટરમાંથી રડ્યા વગર બહાર આવી શકશો નહીં.

'રડ્યા વગર થિયેટરોમાંથી બહાર નહીં આવી શકો', ટ્વિંકલે કહ્યું કેવી છે અક્ષયની રક્ષાબંધન
raksha-bandhan
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 10, 2022 | 6:02 PM

અક્ષય કુમારની (Akshay Kuamr) રક્ષાબંધન (Raksha Bandhan) આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે, થિયેટરોમાં લોકોને ખેંચવામાં કેટલી સફળ થાય છે તે તો પછી જ ખબર પડશે, પરંતુ તે પહેલા એક્ટ્રેસ અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ (Twinkle Khanna) આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે. તે લખે છે કે રક્ષાબંધનનો પહેલો ભાગ મને હસાવે છે અને બીજો ભાગ મને રડાવા પર મજબૂર કરી દે છે.

તે આગળ લખે છે કે આ ફિલ્મ એ ભારત વિશે છે જેનો આપણે દેખાવો કરીયે છે તે અસ્તિત્વમાં જ નથી. એક વાસ્તવિકતા જે આપણે ઈચ્છીએ છીએ તે અસ્તિત્વમાં નથી. આપણે દહેજને ગિફ્ટ કહેવાનું શરૂ કર્યું, પરંતુ રીતિરિવાજોની વિવિધતા વિશાળ છે. આનંદ રાયે કુશળતાપૂર્વક એક એવી દુનિયા બનાવી છે જ્યાં ભાઈ-બહેન એકબીજાને ચીડાવે છે, એકબીજાને સપોર્ટ પણ કરે છે અને એક સાથે જીતે છે.

ભાવુક કરી દેશે ફિલ્મ: ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલે આગળ લખ્યું કે માનસિકતા બદલવાની સાથે આ પડકાર છે કે આ વાતચીતો મોટા પ્રમાણમાં પહેલાથી જ બદલાયેલા લોકોમાં ફેલાય છે. કદાચ આ એકમાત્ર સિનેમા છે જે લોકોના દિમાગ અને દિલમાં ઉતરવાની શક્તિ છે. રક્ષાબંધન તમને હસાવશે, પરંતુ હું તમને પડકાર આપું છું કે તમે રડ્યા વિના થિયેટરમાંથી બહાર નહીં આવી શકો.

અક્ષય કુમારે કહ્યું કેવી છે ફિલ્મની સ્ટોરી

ફિલ્મ વિશે વાત કરતાં અક્ષય કુમારે ટીવી9 ડિજિટલને કહ્યું કે આ એક ખૂબ જ સિમ્પલ ફિલ્મ છે, સાધારણ ફિલ્મ છે. તે એવા સંબંધ પર છે જે દરેક ઘરમાં હોય છે. ભાઈ-બહેનનો આ સંબંધ દરેક ઘરમાં હોય છે. તે ખૂબ જ સાધારણ રીતે બનાવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને આ ફિલ્મ સાથે જોડી શકે છે. તે ભાઈ-બહેનના સંબંધો વિશે વાત કરે છે. આખા પરિવાર સાથે બેસીને તમે આ ફિલ્મ જોઈ શકો છો, તે ખૂબ જ ફની છે, ઈમોશનલ પણ બની જાય છે અને પછી ફની બની જાય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને બોયકોટ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં જોવાનું રહેશે કે કેટલા લોકો ફિલ્મ જોવા આવે છે. આ ફિલ્મ પણ લાલ સિંહ ચઢ્ઢા સાથે જ રિલીઝ થશે. આમિર ખાનની આ ફિલ્મ પણ આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati