જ્હોન અબ્રાહમનો વધુ એક ધમાકો, ‘તેહરાન’ પછી આ દેશભક્તિ ફિલ્મમાં મળશે જોવા
જ્હોન અબ્રાહમે (John Abraham) તેની બીજી એક ફિલ્મ તારિકની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે.
જ્હોન અબ્રાહમ (John Abraham) આ દિવસોમાં એક પછી એક ફિલ્મો જાહેર કરીને તેના ફેન્સને સરપ્રાઈઝ આપી રહ્યો છે. થોડા દિવસો પહેલા એક્ટરે તેની ફિલ્મ તેહરાનનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. જેમાં તેના ઇન્ટેન્સ લુકએ લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. હવે આ પછી પાઈપલાઈનમાં બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની વધુ એક ફિલ્મે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. આજે આઝાદીના દિવસે તેને પોતાની અપકમિંગ ફિલ્મ ‘તારિક’ની (Tariq) રિલીઝ ડેટનો ખુલાસો કરીને વધુ એક ધમાકો કર્યો છે. તો જાણો ફિલ્મ તારિક ક્યારે રિલીઝ થશે?
જ્હોન અબ્રાહમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની નવી ફિલ્મની તારીખ જાહેર કરી છે. તેને કહ્યું છે કે તેની ફિલ્મ તારિક આવતા વર્ષે 15 ઓગસ્ટે જ રિલીઝ થશે. ગયા મહિને તેની ફિલ્મ તેહરાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. જેમાં એક્ટરના મજબૂત અવતારે ફેન્સને તેના દિવાના બનાવી દીધા હતા.
અહીં જુઓ જોન અબ્રાહમની પોસ્ટ
Aazadi ki ‘Tariq’, 15 August, 2023.
‘Tariq’ is our next creative collaboration with Bake My Cake Films after Batla House and Tehran. Time to celebrate the freedom to tell good stories #AzadiKaAmritMahotsav 🙏🏻 pic.twitter.com/7I3A9hYYKu
— John Abraham (@TheJohnAbraham) August 15, 2022
‘બેક માય કેક ફિલ્મ્સ’ સાથે અન્ય એક પ્રોજેક્ટ
હવે એક મહિના પછી એક ફિલ્મની જાણકારીએ ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. તેહરાન સિવાય તેની પાસે બાટલા હાઉસ નામની અન્ય એક ફિલ્મ પાઈપલાઈનમાં છે. આઝાદીના આ ખાસ અવસર પર ફિલ્મ તારિકની રિલીઝ ડેટનો ખુલાસો કરીને જ્હોને એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું છે કે ‘બાટલા હાઉસ’ અને ‘તેહરાન’ પછી તે બેક માય કેક ફિલ્મ્સ સાથે અન્ય એક પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યો છે. આ પછી એક્ટરે હેશટેગ આઝાદી કા અમૃત મહોત્સવ લખ્યો છે.
ફિલ્મ ‘એક વિલન’ કરી શકી નથી કમાલ
હાલમાં જ તેની અર્જુન કપૂર અને દિશા પટની સાથેની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ ઉપરાંત એક્ટર પાસે ઘણી મોટી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તેમની ફિલ્મ તેહરાન સાચી ઘટનાઓ પર આધારિત એક્શન થ્રિલર ફિલ્મ હશે. તે શાહરૂખ અને દીપિકા સાથે ફિલ્મ પઠાનમાં પણ જોવા મળશે.