The Kerala Story: પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરલ સ્ટોરી’ પર પ્રતિબંધ, SC 12 મેના રોજ કરશે સુનાવણી

The Kerala Story : ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' 5 મેના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ઓછા બજેટની ફિલ્મ માટે આ ખૂબ જ સારો આંકડો છે. લોકો ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે.

The Kerala Story: પશ્ચિમ બંગાળમાં 'ધ કેરલ સ્ટોરી' પર પ્રતિબંધ, SC 12 મેના રોજ કરશે સુનાવણી
The Kerala Story The Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 4:28 PM

The Kerala Story : સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કેરલ સ્ટોરીએ કાશ્મીર ફાઇલોને પણ પાછળ છોડી દીધી છે. એક તરફ ફિલ્મનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશ્ચર્યજનક છે. ફિલ્મ ધ કેરલ સ્ટોરીની કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી રહી છે.આ ફિલ્મ દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ જ્યાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો કેટલીક જગ્યાએ આ ફિલ્મ પર પ્રતિબંધ છે. આટલું બધું હોવા છતાં ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો : The Kerala Story : ફિલ્મ જોવા આવેલા દર્શકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સિનેમા હોલની બહાર વિરોધ પ્રદર્શન

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

12 મેના રોજ સુનાવણી કરવા સંમત થઈ

સુપ્રીમ કોર્ટ બુધવારે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકારતી “ધ કેરલ સ્ટોરી” ના નિર્માતાઓની અરજી પર 12 મેના રોજ સુનાવણી કરવા સંમત થઈ છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ ખંડપીઠ સમક્ષ તાત્કાલિક સૂચિબદ્ધ કરવા માટે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

સાલ્વેએ કહી આ વાત

સાલ્વેએ જણાવ્યું હતું કે, પિટિશનમાં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધ અને તમિલનાડુમાં ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. પ્રથમ બેન્ચે કહ્યું કે, તેણે કેરળ હાઈકોર્ટના આદેશ સામે એક અલગ અરજીની સુનાવણી માટે 15 મે નક્કી કરી છે. જેણે મંગળવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો અને તે દિવસે પણ આ અરજી પર સુનાવણી કરશે. સાલ્વેએ કહ્યું હતું કે, “અમે દરરોજ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છીએ.” આના પર ખંડપીઠે 12 મેના રોજ અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.

હવે ફિલ્મની નજર 100 કરોડ તરફ

હવે ફિલ્મની નજર 100 કરોડ તરફ છે. આ ફિલ્મ જે રીતે અઠવાડિયામાં કમાણી કરી રહી છે, તે સ્પષ્ટ છે કે આ ફિલ્મ આ સપ્તાહના અંત સુધીમાં સરળતાથી 100 કરોડથી વધુની કમાણી કરી લેશે. તે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે. આમાં અદા શર્મા લીડ રોલમાં છે અને આ ફિલ્મ એક એજન્ડા હેઠળ બની હોવાનું કહેવાય છે. જેના કારણે આ ફિલ્મને લઈને ઘણી જગ્યાએ હંગામો જોવા મળી રહ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">