The Kerala Story: વિવાદો વચ્ચે અન્ય 37 દેશોમાં રિલીઝ થશે ‘ધ કેરલા સ્ટોરી’, અદા શર્માએ આપી જાણકારી
The Kerala Story: ધ કેરલા સ્ટોરી (The Kerala Story) ભારતીય બોક્સ ઓફિસ પર ઘણી સફળતા મેળવી રહી છે. હવે આ ફિલ્મ વધુ 37 દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે. અદા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે જણાવ્યું છે.
The Kerala Story: સુદીપ્તો સેનના ડિરેક્શનમાં બનેલી ધ કેરલા સ્ટોરી હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ પણ વિવાદોનો સામનો કરી રહી છે. પરંતુ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી જ જબરદસ્ત સફળતા મેળવી રહી છે. આ દરમિયાન અદા શર્માએ (Adah Sharma) ફિલ્મ સાથે જોડાયેલી બીજી માહિતી શેર કરી છે.
મેકર્સે ધ કેરલા સ્ટોરીને અન્ય દેશોમાં પણ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. હવે આ ફિલ્મ વધુ 37 દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેની જાણકારી ફિલ્મની એક્ટ્રેસ અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે.
View this post on Instagram
અદા શર્માએ લોકોનો માન્યો આભાર
અદા શર્માએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે ફિલ્મને મળી રહેલા રિસપોન્સને લઈને લોકોનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે જે લોકો તેની ફિલ્મ જોવા જઈ રહ્યા છે તેમનો આભાર. તેને ટ્રેન્ડ બનાવવા બદલ આભાર. આ સિવાય તેણે તે લોકોનો પણ આભાર માન્યો જે તેના અભિનયને પસંદ કરી રહ્યા છે. અદા શર્માએ વધુમાં જણાવ્યું કે તેની ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ વીકેન્ડ પર એટલે કે 12 મેના રોજ વધુ 37 દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે.
View this post on Instagram
આ પણ વાંચો : The Kerala Story: પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરલ સ્ટોરી’ પર પ્રતિબંધ, SC 12 મેના રોજ કરશે સુનાવણી
આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે અને સુદીપ્તો સેને તેનું નિર્દેશન કર્યું છે. જ્યારે વિપુલ અમૃતલાલ શાહ આ ફિલ્મના પ્રોડ્યુસર અને ક્રિએટિવ ડાયરેક્ટર છે. તમને જણાવી દઈએ કે ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ ઘણા વિવાદોમાં ઘેરાઈ ગઈ છે અને વિવાદ હજુ પણ ચાલુ છે. આ ફિલ્મના સ્ક્રિનિંગ પર તમિલનાડુમાં રોક લગાવી દેવામાં આવી હતી અને બંગાળમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 5 દિવસમાં આ ફિલ્મે 56.86 કરોડની કમાણી કરી લીધી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…