The Kerala Story: ધ કેરલ સ્ટોરી’ વિવાદ વચ્ચે ‘હિન્દુ કપલે મસ્જિદમાં કર્યા લગ્ન’, એઆર રહેમાને શેર કર્યો Video
The Kerala Story Controvery: ફિલ્મ ધ કેરલ સ્ટોરી (The Kerala Story) ઘણા વિવાદોમાં ઘેરાયેલી છે. આ દરમિયાન એઆર રહેમાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેરળની એક મસ્જિદમાં એક હિન્દુ કપલે લગ્ન કર્યા છે.
The Kerala Story Controvery: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણા વિવાદોમાં ચાલી રહી છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે કેરળમાં મહિલાઓને ઈસ્લામ કબૂલ કરવામાં આવ્યો અને પછી ગેરમાર્ગે દોરવામાં આવી અને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવામાં આવી. આ વિશે વિવાદ ચાલી રહ્યો છે.
ફિલ્મના મેકર્સ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ફિલ્મને એક પ્રોપેગેન્ડા ફિલ્મ કહેવામાં આવી રહી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેને આ ફિલ્મની વાર્તાને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે આ ફિલ્મ નફરત ફેલાવવાના હેતુથી બનાવવામાં આવી છે.
મસ્જિદમાં હિન્દુ કપલના લગ્ન
ધ કેરલ સ્ટોરી 5 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. વિવાદો વચ્ચે બોલિવુડ સિંગર એઆર રહેમાને એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળની એક મસ્જિદમાં એક હિંદુ યુગલે લગ્ન કર્યા છે. વીડિયો શેર કરતા રહેમાને લખ્યું, “શાનદાર, માનવતા માટે પ્રેમ બિનશરતી હોવો જોઈએ.”
Bravo 🙌🏽 love for humanity has to be unconditional and healing ❤️🩹 https://t.co/X9xYVMxyiF
— A.R.Rahman (@arrahman) May 4, 2023
શું છે સમગ્ર મામલો?
એઆર રહેમાને જે વીડિયો શેર કર્યો છે, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મસ્જિદમાં લગ્ન કરનારા કપલના નામ અંજુ અને શરત છે. અંજુની માતાની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે તેણે મસ્જિદ કમિટી પાસે મદદ માંગી અને કમિટીએ તેની મદદ કરી. સમિતિએ મસ્જિદમાં લગ્ન માટેના મંડપને શણગાર્યો હતો અને સંપૂર્ણ હિંદુ વિધિથી લગ્ન થયા હતા.
આ પણ વાંચો : Nandini Gupta: ગામમાં પહોંચ્યા પછી ‘મિસ ઈન્ડિયા’એ ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર, તસવીરો થઈ વાયરલ
કેરળનો અલપ્પુઝા કેસ
આ મામલો કેરળના અલપ્પુઝાનો બતાવવામાં આવી રહ્યો છે. એઆર રહેમાને શેર કરેલા વીડિયો મુજબ આ લગ્ન અલપ્પુઝામાં ચેરુવલ્લી જમાત મસ્જિદમાં થયા હતા. પરંતુ ફિલ્મ ધ કેરલ સ્ટોરી અંગેના વિવાદ વચ્ચે હવે આ મામલો ચર્ચામાં આવી ગયો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓએ પહેલા દાવો કર્યો હતો કે 32000 મહિલાઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. પરંતુ પછી આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…