The Kashmir Files BO Collection: ફિલ્મ 100 કરોડ ક્લબમાં થશે સામેલ, છ દિવસમાં કરી રેકોર્ડબ્રેક કમાણી

'ધ કાશ્મીર ફાઈલ્સ' જોવા માટે થિયેટરોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

The Kashmir Files BO Collection: ફિલ્મ 100 કરોડ ક્લબમાં થશે સામેલ, છ દિવસમાં કરી રેકોર્ડબ્રેક કમાણી
PC- Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 11:39 AM

ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ (The Kashmir Files) એવો કરિશ્મા બતાવ્યો છે જે આ પહેલા ભાગ્યે જ કોઈ ફિલ્મે કર્યો હોય. ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની રાધે શ્યામ અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી મોટી રિલીઝોએ અનુપમ ખેર (Anupam Kher) સ્ટારર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર જરાય અસર કરી નથી.

તમને જણાવી દઈએ કે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પુનીત ઈસાર જેવા ઘણા કલાકારો સામેલ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘કાશ્મીર ફાઈલ્સ’ની છ દિવસમાં કરી રેકોર્ડબ્રેક કમાણી

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જોવા માટે થિયેટરોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર રિલીઝના છઠ્ઠા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 19.30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે હવે આ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 80 કરોડની આસપાસ થઈ ગયું છે.

એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. કલેક્શનના મામલે ફિલ્મ સતત પોતાનું શાનદાર પ્રદર્શન બતાવી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીજા અઠવાડિયે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ પહેલા અઠવાડિયે કરેલી કમાણીમાં વધારો કરી શકે છે. હાલમાં હોળીની રજાઓ પર ફિલ્મ પ્રદર્શકો અને નિર્માતાઓની નજર ટકેલી છે. વીકએન્ડ પણ હોળીની રજાઓ સાથે સંકળાયેલા છે. કદાચ લોકો રંગોની સાથે ફિલ્મો જોઈને હોળીનો આનંદ માણતા હોય.

આ ફિલ્મ શેના વિશે છે?

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ 1990માં કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા ક્રૂર અત્યાચારની સાચી ઘટના પર આધારિત છે. આ એક સત્ય ઘટના છે, જે કાશ્મીરી પંડિતોના નરસંહારનો ભોગ બનેલા લોકોના વીડિયો ઈન્ટરવ્યુની તર્જ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના દર્દ, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી સાચી વાર્તા કહે છે. એટલું જ નહીં, આ ફિલ્મ ધર્મ, લોકશાહી, રાજનીતિ અને માનવતા વિશે આંખ ખોલનારા તથ્યો પર પણ સવાલ ઉઠાવે છે.

આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર

આ પણ વાંચો: Binge Watch : ‘જલસા ‘થી ‘અપરાન 2’ સુધી,આ અઠવાડિયે OTT પર આ ફિલ્મો અને સિરીઝનો દબદબો

g clip-path="url(#clip0_868_265)">