The Kashmir Files : ચેતજો, બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની ફેક લિંક તમારું એકાઉન્ટ કરી શકે છે ખાલી
વાનો સમજતા નથી.મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે.જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે. તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
હાલમાં ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) ફિલ્મની હિટ જોવા મળી રહ્યો છે. દેશ ભરમાં લોકોમાં તેને જોવા માટે તડાપડી જોવા મળી રહી છે આ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.ત્યારે આ મુવી જોવા માટે લોકો લાઇનો લગાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકો મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે પ્રયત્ન કરતા હોય તો તેવા લોકો કરનાર માટે ચેતવા જેવું છે કારણ કે કેટલાક તત્વો કાશ્મીર ફાઇલ્સ મુવીની લિંક(Fake Movie Link)મૂકીને તમારું એકાઉન્ટ હેક કરે છે એટલુ જ નહિ તમારા ખાતામાં રહેલા પૈસા પણ ઉપડી જાય તો નવાઈ નહિ. કાશ્મીર ફાઇલ્સની મુવીજની લિંકથી તમારા બેંક એકાઉન્ટમાં(Bank Account) ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે છે.સોશિયલ મીડિયામાં કેટલાક લેભાગુ તત્વો ખોટી રીતે લિંક મોકલીને તમારી પાસે ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે.સાથે પ્રયત્ન કરી શકે છે જો તમે તેને ડાઉનલોડ કરશો તો તમારા ફોનની તેમજ તમારા બેંક એકાઉન્ટની તમામ વિગતો તેને મળી જશે. તે તમારા બેંક એકાઉન્ટને ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે છે.મોબાઈલ માં મુવી ડાઉનલોડ કરતા પહેલા દસ વાર વિચાર જો નહિ તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે
લિંકને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેતા હોય છે
આ મામલે સુરત ના સાયબર એક્સપર્ટ સાથે વાત કરતા સ્નેહલ ભાઈએ જણાવ્યું હતું જે રીતે કાશ્મીર ફાઇલ્સ મૂવીની દેશભરની અંદર જબરજસ્ત રીતે ચર્ચા થઈ રહી છે. તેવા સંજોગોમાં ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે. ઘણા યુવાનો થિયેટરમાં કે મલ્ટિપ્લેકસમાં જવા કરતાં વધારે પોતાના મોબાઈલ ઉપર જ મૂવી જોઈ લેવાનું પસંદ કરતા હોય છે. જો આ પ્રકારની પાયરેટેડ પણ આવે તો ખૂબ જ ઝડપથી તેના તરફ આકર્ષાય અને તે લિંકને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેતા હોય છે.
તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે
જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. તે યુવાનો સમજતા નથી.મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે.જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે. તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીની ફેક લિંક અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ સ્પ્રેડ કરવામાં આવી રહી છે. જો તમે મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે. તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
આ પણ વાંચો : કચ્છ : ભુજ તાલુકા પંચાયતમાં શંકાસ્પદ આગ ! બળી ગયેલા મનરેગા રેકર્ડની તપાસ માટે TDOને પત્ર !
આ પણ વાંચો : Gandhinagar: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો