AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વરા ભાસ્કર સાથે થયું હતું ‘યૌન ઉત્પીડન’, એક્ટ્રેસે પોતે કર્યો ‘મોટો ખુલાસો’

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2011માં ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ડિરેક્ટરે તેની સાથે યૌન ઉત્પીડન કર્યું હતું. એક્ટ્રેસે જણાવ્યું કે, શરૂઆતમાં તે આ બાબતને સમજી શકી નહોતી પરંતુ 'મીટૂ' (MeToo) મૂવમેન્ટ પછી તેને આ અહેસાસ થયો હતો.

સ્વરા ભાસ્કર સાથે થયું હતું 'યૌન ઉત્પીડન', એક્ટ્રેસે પોતે કર્યો 'મોટો ખુલાસો'
Image Credit source: AI Generated
| Updated on: Nov 15, 2026 | 7:00 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વર્ષ 2011માં પોતાની સાથે બનેલી એક હેરાન કરનારી ઘટના વિશે વાત કરી છે. આ મામલો મધ્ય પ્રદેશના પચમઢીમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે. તે સમયે સ્વરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.

‘તનુ વેડ્સ મનુ’ એક્ટ્રેસે જણાવ્યું કે, તે સમયે તેની પાસે ન તો પોતાની કોઈ ટીમ હતી અને ન તો એવા લોકો, જેની પાસે તે મદદ માંગી શકે. આ જ કારણ હતું કે, તેના માટે તે સ્થિતિનો સામનો કરવો સરળ ન હતો.

વર્ષ 2011માં ફિલ્મની શૂટિંગ દરમિયાન થઈ હતી ઘટના

એક્ટ્રેસ સ્વરા ભાસ્કર એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ સ્વરા ભાસ્કરનો તાજેતરમાં આપેલો ઇન્ટરવ્યુ છે.  ઇન્ટરવ્યુ દરમિયાન સ્વરા ભાસ્કરે એક આઉટડોર શૂટ સાથે જોડાયેલો કિસ્સો યાદ કર્યો.

આ દરમિયાન ફિલ્મના ડિરેક્ટરે કથિત રીતે તેને પરેશાન કરી હતી. તે સમયે સ્વરા શરૂઆતમાં તેના વર્તનને જાતીય સતામણી તરીકે સમજી શકી નહોતી, કારણ કે ડિરેક્ટરે તેને શારીરિક રીતે સ્પર્શ કર્યો ન હતો.

તેણે જણાવ્યું, ‘મને ત્યારે આ સમજ જ ન આવ્યું, જ્યારે આ બધું થઈ રહ્યું હતું… ત્યારે મેં તેને વર્કપ્લેસ પર જાતીય સતામણી તરીકે ઓળખ્યું નહીં, કારણ કે તે માણસે મને શારીરિક રીતે સ્પર્શ કરી નહોતી.’ એક્ટ્રેસે આગળ કહ્યું કે, ‘હું તે સમયે એક અલગ પ્રકારની નબળી સ્થિતિમાં હતી. મારી કોઈ પર્સનલ ટીમ ન હતી અને ન તો એવા લોકો હતા, જેની સાથે હું મદદ માટે સંપર્ક કરી શકું.’

MeToo મૂવમેન્ટ પછી સમજાયું

સ્વરાએ જણાવ્યું કે, ઘણા વર્ષો પછી જ્યારે મીટૂ (MeToo) મૂવમેન્ટ દરમિયાન અન્ય મહિલાઓએ પોતાની સાથે થયેલા અનુભવો શેર કર્યા, ત્યારે તેસ ને પોતાની સાથે બનેલી ઘટનાનો અહેસાસ થયો. તે મહિલાઓની વાતો વાંચ્યા પછી તેને સમજાયું કે, ડિરેક્ટરનું વર્તન પણ જાતીય સતામણી હતું. તેણે આગળ જણાવ્યું કે, અન્ય મહિલાઓના અનુભવો સમજ્યા પછી લાગ્યું કે તેની સાથે જે થયું હતું, તે પણ સતામણીનું એક સ્પષ્ટ ઉદાહરણ હતું.

કામ છૂટી જવાના ડરથી ફિલ્મ છોડવા માગતી નહોતી ‘સ્વરા’

એક્ટ્રેસે જણાવ્યું કે, જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તેનું શિડ્યુલ 56 દિવસનું હતું અને શૂટિંગ શરૂ થયાના થોડા જ દિવસો પછી આ મુશ્કેલી સામે આવવા લાગી હતી. જો કે, તે સમયે સ્વરા પોતાનું કરિયર બનાવવામાં વ્યસ્ત હતી. તે કોઈપણ કિંમતે પોતાનું કામ છોડવા માગતી નહોતી. તેને ડર હતો કે, જો તે પ્રોજેક્ટ છોડી દેશે, તો તેના હાથથી કામ નીકળી જશે.

સ્વરાએ કહ્યું, ‘હું પ્રોજેક્ટ છોડવા માગતી નહોતી. હું મારું કામ ગુમાવવા માગતી નહોતી. મારી પણ પોતાની મહત્વાકાંક્ષાઓ હતી અને તેમાં ખોટું શું છે?’ તેણે જણાવ્યું કે, આખરે તેણે ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાથે આ વિશે વાત કરી અને તેને પૂરી સ્થિતિ જણાવી.

એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે કરી હતી ‘સ્વરાની મદદ’

સ્વરાએ તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરના વખાણ કર્યા, જેણે મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો. એક્ટ્રેસના જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે માત્ર તેની વાત સાંભળી નહીં પરંતુ શૂટિંગના બાકીના સમયમાં તેનું ધ્યાન પણ રાખ્યું અને તેને સુરક્ષિત અનુભવ કરાવ્યું. સ્વરાએ જણાવ્યું કે, તે વ્યક્તિ આગળ જતા તેનો મિત્ર બની ગયો અને તેના મેનેજર પણ છે.

અમિતાભ બચ્ચને જણાવી જિંદગીની ‘અસલ સચ્ચાઈ’, પોતાની જ પોસ્ટમાં ખોલ્યું ‘મોટું રહસ્ય’

Follow Us
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">