AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suuny Deol Dance : કરણ દેઓલના સંગીતમાં સની દેઓલનો ‘ગદર’ લૂક, ‘તારા સિંહ’ બનીને કર્યો ડાન્સ, ધર્મેન્દ્રએ પણ ડાન્સ કરીને સમા બાંધ્યો

Karan Deol Pre Wedding Function : સની દેઓલના પુત્ર કરણ દેઓલનો સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં ગદર ફિલ્મના તારા સિંહ તરીકે સની દેઓલ પહોંચ્યા હતા અને શાનદાર ડાન્સ કર્યો હતો. સની દેઓલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ Video

Suuny Deol Dance : કરણ દેઓલના સંગીતમાં સની દેઓલનો 'ગદર' લૂક, 'તારા સિંહ' બનીને કર્યો ડાન્સ, ધર્મેન્દ્રએ પણ ડાન્સ કરીને સમા બાંધ્યો
Sunny Deol as Tara Singh danced
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 1:23 PM
Share

Sunny Deol Dance In Karana Deol Sangeet : કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય 18 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. દેઓલ પરિવારમાં પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે, જ્યાં આખો પરિવાર ખૂબ એન્જોય કરી રહ્યો છે. શુક્રવારે કરણ દેઓલની સંગીત સેરેમની યોજાઈ હતી, જેમાં તેના પિતા સની દેઓલ તેની ફિલ્મ ‘ગદર’ના લૂકમાં પહોંચ્યા હતા. તારા સિંહ સની દેઓલની એન્ટ્રી થતા જ બધાનું ધ્યાન તેના લુક પર ગયું. સની દેઓલે ફિલ્મ ગદરના ગીત ‘મેં નિકલા ગડ્ડી લેકે’ પર જોરદાર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો ; Sunny Deol ચાહકોને આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, ફિલ્મી ફ્રાઈડે પર કરશે જબરદસ્ત ધમાકો

સની દેઓલે ગ્રે કુર્તા અને બ્રાઉન ટ્રાઉઝર પહેર્યું હતું. તેણે બ્રાઉન ચેક કોટ અને તેની સાથે બ્રાઉન પાઘડી પહેરી હતી. સનીએ તેના તારા સિંહ લુક માટે બ્લેક શૂઝ પહેર્યા હતા. સની દેઓલે ફંક્શનમાં એન્ટ્રી કરતા જ બધાનું ધ્યાન તેના લુક પર હતું.

એટલું જ નહીં, સની દેઓલે ફિલ્મ ‘ગદર’ના ગીત ‘મેં નિકલા ગડ્ડી લેકે’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. સની દેઓલના ડાન્સ પરફોર્મન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 66 વર્ષની ઉંમરે સની પાજીએ બતાવેલી એનર્જી ખરેખર અદભૂત છે. તેના શાનદાર ડાન્સ માટે ફેન્સ સની દેવલના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સની દેઓલની ફિલ્મ ગદર 2 આ વર્ષે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં અભિનેતા ફિલ્મ પ્રમોશન માટે કોઈ તક છોડવા માંગતો નથી. મીડિયાની નજર સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન પર છે. આવતીકાલે એટલે કે 18 જૂને કરણ અને દિશા લગ્નના બંધનમાં બંધાશે. જે બાદ બોલિવૂડ સ્ટાર્સ માટે ભવ્ય રિસેપ્શન યોજાશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">