AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સહારાશ્રી’માં જોવા મળશે સુબ્રત રોયના જીવનના અસ્પષ્ટ પહેલુ, બાયોપિકની કરવામાં આવી છે જાહેરાત

સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું મોડી રાત્રે નિધન થયું. મુંબઈમાં સુબ્રત રોયે અંતિમ શ્વાસ લીધા અને 75 વર્ષની વયે સહારાશ્રી સુબ્રત રોયે આ દુનિયાને અલવિદા કહી દીધું. પરંતુ શું તમે જાણો છો કે સુબ્રત રોયના જીવન પર એક બાયોપિક ફિલ્મ બની રહી છે જેની જાહેરાત થઈ ચૂકી છે.

'સહારાશ્રી'માં જોવા મળશે સુબ્રત રોયના જીવનના અસ્પષ્ટ પહેલુ, બાયોપિકની કરવામાં આવી છે જાહેરાત
subrata royImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 6:43 PM
Share

દેશના ફેમસ બિઝનેસમેન અને સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે રાત્રે મુંબઈમાં નિધન થયું છે. સુબ્રત રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, જેના કારણે તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ 14 નવેમ્બરે 75 વર્ષની ઉંમરે નિધન થયું.

સુબ્રત રોયના નિધનથી ચારેબાજુ શોકની લહેર છે અને દરેક લોકો તેમના વિશે જાણવામાં બિઝી છે. પરંતુ જો તમે સુબ્રત રોયના જીવનના મહત્વના પાસાઓ જાણવા માંગતા હો, તો તમને તેની વિગતો ‘ધ કેરલ સ્ટોરી’ના ડાયરેક્ટર સુદીપ્તો સેનની અપકમિંગ ફિલ્મ ‘સહારાશ્રી’માં જોવા મળશે.

સુબ્રત રોયના જીવન પર બની રહી છે એક ફિલ્મ

સુબ્રત રોયનું નામ દેશના ફેમસ બિઝનેસમેનની લિસ્ટમાં હંમેશા સામેલ રહેશે. તેમના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે, જેની વિગતો તેમના જીવન પર બની રહેલી ફિલ્મ ‘સહારાશ્રી’માં જોવા મળશે.

View this post on Instagram

A post shared by Sudipto Sen (@sudipto_sen)

10 જૂનના રોજ ‘ધ કેરલ સ્ટોરી’ના ડાયરેક્ટર સુદીપ્તો સેને સુબ્રત રોયની બાયોપિક ‘સહારાશ્રી’ની જાહેરાત કરી હતી. સુદીપ્તો સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સહારાશ્રીનું મોશન પોસ્ટર શેર કર્યું હતું, જેમાં એક વ્યક્તિ તેના હાથમાં સહારા ગ્રુપનો ચેક પકડેલો જોવા મળે છે, જેનો ફેસ જોવા મળતો નથી. આ ચેક ભારતીયો માટે છે. આ પોસ્ટના કેપ્શનમાં સુદીપ્તો સેને લખ્યું છે કે “સહારાશ્રી સુબ્રત રોયના જીવનના અસામાન્ય પહેલીની યાત્રા પર નીકળે છે. તેમના જીવન સાથે સંકળાયેલા તમામ મહત્વપૂર્ણ પાસાઓ, કેટલીક ના સાંભળેલી વાર્તાઓ અને એવી બાબતોના સાક્ષી હશો જે ભાગ્યે જ કોઈ તેમના વિશે જાણતું હશે.” આ રીતે સુદીપ્તો સેને સુબ્રત રોયની બાયોપિક વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

સુબ્રત રોયની બાયોપિકની રાહ જોઈ રહ્યા છે ફેન્સ

હવે જ્યારે સુબ્રત રોયનું નિધન થઈ ગયું છે, તો ચોક્કસ દરેક વ્યક્તિ તેની બાયોપિકની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં સહારાશ્રીના મેકર્સે સુબ્રત રોયના જીવન પર બની રહેલી આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ ટૂંક સમયમાં અપડેટ આપી શકે છે. સાચા અર્થમાં સુબ્રત રોયનું નિધન દેશ માટે મોટી ખોટ ગણાય છે.

આ પણ વાંચો: વિરાટની 50મી સદી, અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ, કોહલીએ પણ આપ્યો જવાબ, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">