AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouliએ ગંગાજળ વિશે કહી 40 વર્ષ પહેલાની જૂની વાત, જાણો ત્યારે શું બની હતી ઘટના

જ્યારે એસએસ રાજામૌલી (SS Rajamouli) પ્રયાગરાજ ગયા હતા ત્યારે તેને એક 40 વર્ષ પહેલાની જૂની વાત યાદ કરી હતી. તેની સાથે શું ઘટના બની હતી તેના વિશે ચર્ચા કરી હતી. જાણો એવી કંઈ વાત હતી કે જે બધા સાથે શેયર કરી હતી.

SS Rajamouliએ ગંગાજળ વિશે કહી 40 વર્ષ પહેલાની જૂની વાત, જાણો ત્યારે શું બની હતી ઘટના
SS Rajamouli
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 4:20 PM
Share

બાહુબલી અને મગધીરા જેવી ફિલ્મોના નિર્માતા-નિર્દેશક એસએસ રાજામૌલી (SS Rajamouli) જ્યારે કાશી પહોંચ્યા હતા ત્યારે તેણે દક્ષિણના સુપરસ્ટાર NTR જુનિયર અને રામ ચરણ સાથે ગંગા આરતીમાં (Ganga Aarati) હાજરી આપી અને ગંગા પૂજન કર્યું. આ દરમિયાન રાજામૌલીએ 40 વર્ષ પહેલા પ્રયાગરાજથી ચેન્નાઈ સુધી 50 બેરલ ગંગાજળ લઈ જવાના તેમના સંસ્મરણો સંભળાવ્યા. તેણે કહ્યું કે, ગંગા સાથે તેનો જૂનો સંબંધ છે.

દરેક પરિસ્થિતિ પર મળ્યા મદદગારો

ભેંસાસુર ઘાટથી હોડી પર સવાર થયેલા એસએસ રાજામૌલીએ જણાવ્યું કે, લગભગ 40 વર્ષ પહેલા તેમના પરિવારમાં કેટલીક ધાર્મિક વિધિઓ યોજાવાની હતી. પિતાએ તેને પ્રયાગરાજ સંગમથી 50 બેરલ ગંગાજળ લાવવા મોકલ્યો. રાજામૌલીએ જણાવ્યું કે, કેવી રીતે તેમને દરેક પરિસ્થિતિ પર મદદગારો મળ્યા. ટ્રેનમાંથી મળી આવેલા એક વ્યક્તિએ પ્રયાગરાજમાં પોતાના પુત્રને પત્ર લખ્યો હતો. પ્રયાગરાજ પહોંચ્યા પછી બધા પૈસા ખતમ થઈ ગયા હોવા છતાં, તેમના પુત્ર અને આવા અન્ય લોકોએ મદદ કરી અને રાજામૌલી ધાર્મિક વિધિ માટે 50 બેરલ ગંગાજળ ઘરે લઈ જવામાં સફળ થયા.

વધુમાં તેમણે કહ્યું કે, જો તમારી પાસે દૃઢ મનોબળ હોય તો આ દેશમાં દરેક પરિસ્થિતિમાં મદદગારો જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે, તેના માતા-પિતા દર વર્ષે શિવરાત્રિ પર કાશીની મુલાકાત લે છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

વૈદિક રીતે કરી ગંગાની પૂજા

આ મેગા દિગ્દર્શક સાથે ફિલ્મની સ્ટારકાસ્ટની ઝલક જોવા માટે ભેંસાસુર ઘાટ પર ભારે ભીડ એકઠી થઈ હતી. સાંજે 5 વાગ્યે આવેલા રાજામૌલી, NTR જુનિયર અને રામચરણે RRR (Rise, Roar, Revolt) લખેલા સિલ્ક કુર્તા પહેર્યા હતા. સખત મહેનત પછી પોલીસકર્મીઓ તેમને હોડી સુધી લઈ ગયા. દશાશ્વમેધ ઘાટ પર, ગંગા સેવા નિધિના વડા આચાર્ય રણધીરે વૈદિક રીતે ગંગાની પૂજા કરાવી. મા ગંગાની આરતી જોયા બાદ ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રા, ખજાનચી આશિષ તિવારી, સેક્રેટરી સુરજીત સિંહ અને હનુમાન યાદવે ત્રણેયને અંગાવસ્ત્રમ અને પ્રસાદ આપ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  નવાઝુદ્દીન સિદ્દીકીએ RRR અને KGF 2 ફિલ્મની ઉડાવી મજાક, પૂછ્યો આ સવાલ

આ પણ વાંચો:  હિટ બની રાજામૌલીની RRR, જાણો કોણે આપ્યો હિન્દીમાં રામ ચરણ અને જુનિયર NTRને અવાજ

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">