AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવાઝુદ્દીન સિદ્દીકીએ RRR અને KGF 2 ફિલ્મની ઉડાવી મજાક, પૂછ્યો આ સવાલ

એક તરફ, લોકો અત્યારે જુનિયર NTRની RRR સુપરસ્ટાર યશની KGF 2ના વખાણ કરતાં થાકતા નથી, ત્યારે બોલિવૂડ (Bollywood) અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ દિવસોમાં સૌથી વધુ ચાલતી ફિલ્મો વિશે આ સવાલ ઉઠાવ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ RRR અને KGF 2 ફિલ્મની ઉડાવી મજાક, પૂછ્યો આ સવાલ
Nawazuddin Siddiqui (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:21 PM
Share

આ દિવસોમાં બોક્સ ઓફિસ પર કમાણીના મામલે માત્ર 2 ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે બંને ફિલ્મો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની (Tollywood) છે, RRR અને KGF ચેપ્ટર 2 (KGF Chapter 2). આ ફિલ્મોએ કમાણીના મામલે ધૂમ મચાવી છે. એક તરફ, જુનિયર NTR અને રામચરણની ફિલ્મ ‘RRR’ અને સાઉથ સુપરસ્ટાર યશની KGF ચેપ્ટર 2ના લોકો સતત વખાણ કરી રહયા છે, ત્યારે બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ દિવસોમાં સૌથી વધુ ચાલતી ફિલ્મો વિશેની યાદી આપીને સવાલ ઉઠાવ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મોટા બજેટમાં રિલીઝ થનારી ફિલ્મોને લઈને વેધક સવાલ ઉઠાવ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ મોટા બજેટની ફિલ્મો પર નિશાન સાધ્યું

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું છે કે ”મેં ફિલ્મ મંટોમાં કામ કર્યું છે, પણ કેટલા લોકો તેને જોવા આવ્યા હતા. મેં વિચાર્યું કે 2 વર્ષ સુધી કોવિડ-19 મહામારી હતી, જો લોકો તેમના ઘરોમાં રહે તો તેઓ વિશ્વ સિનેમા જોવા આવ્યા હોત. બદલાવ આવ્યો હોત. પણ હવે જેમ જેમ ફિલ્મો હિટ થઈ રહી છે, તેમ જાણે જનહિત વિષે કોઈ વિચારી નથી રહ્યું.”

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

‘બાળકોને આવી ફિલ્મો ગમે છે’ – નવાઝુદ્દીન

તેણે આગળ કહ્યું કે, ”હવે થિયેટરોમાં સારી અને નાના બજેટની ફિલ્મો રિલીઝ કરવી મુશ્કેલ છે. આનું કારણ સિનેમાઘરોમાં મોટા બજેટની ફિલ્મોની રજૂઆત છે. આ ફિલ્મો ચમકે છે, લોકોના મનમાં પ્રશંસાની ભાવના ખીલે છે. આ એવી ફિલ્મો છે જેમાં બધું જ અશક્ય છે – પ્લેન પાણીમાં ફરે છે, માછલીઓ ઉડતી જોવા મળે છે. આ બધો દ્રશ્ય સ્વપ્નના અનુભવ છે.”

તેણે આગળ કહ્યું કે, ”મને પણ આ બધા દ્રશ્યો જોવા ગમે છે, પરંતુ આમાં સિનેમા ક્યાં છે ?? જ્યારે આપણે OTT પર CODA અને King Richard જેવી ફિલ્મો જોઈએ છીએ, ત્યારે અમે રાહતનો શ્વાસ લઈએ છીએ કે સદનસીબે સારી ફિલ્મો હજુ પણ બને છે. તે OTTનો આભાર છે કે અમે બચી ગયા. હું માનું છું કે બાળકોને આવી ફિલ્મો બહુ ગમે છે, 2 વર્ષ તો હવે ઘણું છે, આપણે પ્રગતિશીલ બનવું હતું, પણ એવું ન થયું.”

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ હીરોપંતીનું એક પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં તે એકદમ અલગ પાત્રમાં જોવા મળ્યો હતો. નવાઝ આ ફિલ્મમાં લૈલાના રોલમાં જોવા મળશે. અભિનેતાએ પોતે આ વિશે માહિતી આપી હતી.

નવાઝુદ્દીન એવા કલાકારોમાંથી એક છે જે ફિલ્મમાં ત્યારે જ કામ કરે છે, કે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોય. તાજેતરમાં, તેણે કહ્યું કે નવાઝુદ્દીનને 3 મહિનામાં લગભગ 200 સ્ક્રિપ્ટ્સ ઓફર કરવામાં આવી હતી, જેમાંથી તેણે ફક્ત 5 જ પસંદ કરી છે.

આ પણ વાંચો – KGF ચેપ્ટર 2 : સંજય દત્તે ખાસ રીતે ચાહકોનો આભાર માન્યો, જુઓ પોસ્ટ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">